Pinki on Aug 28th 2007 12:08 pm
ક્ષર અક્ષરનો ભેદ હું શું જાણું નિરક્ષર ??
પણ હૃદય શોધે છે,
નિર્ગુણ,નિરાકાર,ચૈતન્ય સ્વરૂપ પરમ તત્ત્વને,
એ જડ પથ્થરોમાં-
જે આવિર્ભાવ કરે છે
મનુષ્યની આસ્થા,આસ્તિકતા,આદર
એ પરમ તત્ત્વ પરત્વે…….
તો નાનકડો એક વિરામ,
(૨૯.૮.૨૦૦૭ – ૩.૯.૨૦૦૭)
www.akshardham.com
પામીશ એ ચોક્કસ વ્હેંચીશ શબ્દશ:
Filed in વિશેષ | Comments (0)
Pinki on Aug 26th 2007 10:15 pm
વસી આંખોમાં,
વહે તું નિરંતર
પછી અશ્રુમાં.
વસી ગયો તું દિલમાં અને પછી તો આંખોમાં
પણ આ શું આંસુ બનીને જ તારી યાદ આવે, એમ કેમ ?
૨૭.૮.૨૦૦૭, સોમવાર, અમદાવાદ.
Filed in હાઇકુ | Comments (5)
Pinki on Aug 26th 2007 12:37 am
સહેજ કંકુ,થોડાં ચોખા અને બે-ત્રણ રાખડી.
(ખબર નહિઁ એને કેવી ગમે?) કાગળમાં વળી ચાર-પાંચ
લીટી લખી પણ કાઢ્યું. ફટાફટ બધું કવરમાં બીડી,
post-officeમાં જઇ letter-boxમાં કવર નાંખ્યું.
અને અચાનક કોઇએ મારો હાથ પક્ડ્યો.
“અરે… ઊભી તો રહે, એવી તો શી ઉતાવળ છે?
રાખડી તો બાંધતી જા…. કેમ, ભૂલી ગઇને,
મોં પણ મીઠું ના કરાવ્યું ?! ok, ok, પણ તારી gift તો !!
ક્યાંય નથી ગયો હું,અહીં જ તો છું,તારા દિલમાં….
તારી આંખોમાં………”
પણ કહી દીધું મેં એને,”જા…. નથી બાંધવાની
તને રાખડી. નાનો હતો ત્યારથી અંચઇ કરતો,
તો હજુ પણ….
દર વરસે કહે છે,કે આ બળેવ પર આવીશ અને
આવતો જ નથી. હા, ક્યાંય નથી ગયો તું,
અને તો પણ રોજ શોધું છું તને-
તારા અસ્તવ્યસ્ત રહેતાં પુસ્તકોની વચ્ચે,
જે કેદ છે તારા કબાટમાં બે વરસથી……
તારી જૂની સાયકલ રો…જ પપ્પા લૂછે છે.
અને મમ્મી તો-
હા વસે છે, તું એની આંખોમાં પણ પછી રોજ,
આંસુ બનીને ટપકે છે.ક્યારેક મળી જાય છે તું મને,
પેલા ટેડીબેરની આંખમાંથી ડોકિયાં કરતાં આપણાં
બાળપણમાં અને એને વ્હાલ કરતાં કરતાં પાછો
યાદ આવે છે તું આંસુ બનીને……..
૨૫.૮.૨૦૦૭, શનિવાર, અમદાવાદ.
Filed in ગદ્ય, વિશેષ | Comments (8)
Pinki on Aug 26th 2007 12:09 am
પેલાં કાબર,ચકલાં,પોપટ,હોલો
અને મારી કોયલ પણ-
તદ્…ન નિર્મોહી, નિ:સ્પૃહી થઇ,
લીમડાની સંગતે રોજ જમાવે છે-
સંગીતની મહેફિલ……..
કદાચ,એમને ખબર નથી.
મારા ગુલમહોરને-
પણ ફૂટી છે, કુણી કુણી કૂંપળ,
લીલીછમ કાચ જેવી…..
૨૪.૮.૨૦૦૭, શુક્રવાર, અમદાવાદ.
Filed in અછાંદસ | Comments (0)
Pinki on Aug 24th 2007 07:02 am
વરસે અનરાધાર,
કોરૂંધાકોર દિલ-
આજ ભીંજાયું ને,
સર્જાયું મેઘધનુષ્ય.
૨૬.૭.૨૦૦૭, ગુરુવાર, અમદાવાદ.
Filed in મુક્તક | Comments (0)
Pinki on Aug 24th 2007 06:58 am
સંબંધનો ભાર છે મણ,
તૂટતા લાગે પણ ક્ષણ;
જીવન તો છે બસ પળ,
કો’ક વાર હવે તો મળ !!
૫.૮.૨૦૦૭, રવિવાર, અમદાવાદ.
Filed in મુક્તક | Comments (0)
Pinki on Aug 24th 2007 06:47 am
જઇશ નહિઁ
આવું સન્મુખ
નિકટ એટલું જ
થઇ વિમુખ
શકું તુજથી
નિકટ એટલું જ રહેવું કે દૂર જઇ શકાય
અને દૂર એટલું જ રહેવું કે નિકટતા કેળવાય.
૧૯.૮.૨૦૦૭, રવિવાર, અમદાવાદ.
Filed in મુક્તપંચિકા | Comments (1)
Pinki on Aug 24th 2007 03:21 am
“ખાલી જગ્યા પૂરો.”
કૌંસમાં ક્યારેક તો મળે એવો વિકલ્પ,
કે વિરોધાર્થી નહિંને સમાનાર્થી હોય.
તફાવતનાં મુદ્દા તો ઘણાં-
ક્યારેક જોડકાં પણ,
આડાઅવળાં નહિં સીધેસીધાં મળે.
ટૂંકનોંધમાં લખું નિબંધ અને
નિબંધમાં લખું ટૂંકસાર.
ગણિતનું પેપર છોડી દઉંને,
વિજ્ઞાનમાં કરું નવી શોધો.
ભમું ભૂગોળનાં નકશા- દોરવાને બદલે,
રચું નવો ઇતિહાસ- ગોખવાને બદલે.
હું જ લખું ને હું જ તપાસું ઉત્તરવહી,
રહી તટસ્થ,
કે ખુદા પણ કરે સહી.
૨૧.૮.૨૦૦૭, મંગળવાર, અમદાવાદ.
હરપળ જિઁદગી એક કસોટી લઇને આવે છે,
અને પછી ઝુરે છે માત્ર ખાલીપો………..
પ્રશ્નપત્રમાં,
“ખાલી જગ્યા પૂરો” માં,
કૌંસમાં વિકલ્પ પણ હોય છે.
પણ જિઁદગીનાં પ્રશ્નપત્રમાં વિકલ્પ ક્યારેય નથી હોતા,
અને કોઇ તર્ક પણ……
બસ, હોય છે માત્ર અને માત્ર ખુદાની સહી.
એ જ પરિક્ષક. એ જ નિરિક્ષક. એ જ શુભેચ્છક?!!
Filed in અછાંદસ | Comments (3)
Pinki on Aug 23rd 2007 12:17 am
હરખ હરખ,ભરખ ભરખ,
અટક અટક,સરક સરક.
ગટરપટર, સટરપટર…….
કદી ચટપટ,કદી નટખટ,
કદી ઝટપટ,કદી ખટપટ.
અલપઝલપ, અલકમલક……
સરરર સટ્………
ધડડડ ધબ્………
મરક મરક, હસત હસત,
શાને આમ, કરત કરત?!!
૧૭.૮.૨૦૦૭, શુક્રવાર, અમદાવાદ.
Filed in કાવ્ય | Comments (5)
Pinki on Aug 23rd 2007 12:07 am
સંબંધનું કદી થાય એવું પણ,
ના હોય ભલેને કોઇ સગપણ,
લાગી જાય એવું એનું વળગણ,
કે બની જાય પછી તો અડચણ.
એટલું તો ના કર એનું વિસ્તરણ,
પછી થાય જ ના એનું અવતરણ.
ના જ કર તું એમ દોષારોપણ,
તારું જ, તું જ ને જ અર્પણ !!!
૧૯.૮.૨૦૦૭, રવિવાર, અમદાવાદ.
સંબંધની આ ખાટીમીઠી વાત એવી છે ને કે જેમ
વધારશો એમ ઘટશે અને જેમ ઘટશે એમ મ્હીં તો ફૂલ્યો ફાલશે.
Filed in કાવ્ય | Comments (2)