સ્વાતંત્ર્ય દિન

Pinki on Aug 14th 2007 07:50 pm

આજે સ્વાતંત્ર્ય દિન, મારા ભારતનો
અને મારા શબ્દશ:નો પણ ……….
આજથી જ તો એને પણ હ્રદયની લાગણીઓને
વહેવા દેવાની મુક્તિ મળી ગઇને, શબ્દશ:
તમારા સૌની સાથે share કરવા માટે.

પહેલાં તો ,
Happy Independence day
હા, તમને જ પહેલાં ,
America, London, Australia, Canada,
Africa, Newzealand અને દુનિયાને ખૂણે ખૂણે
જઇને વસેલાં તમને જ.
કારણ જેમ દૂર જઇએને એમ પ્રેમ વધે,
દેશ માટે પણ વધી જ જાય…………
અને તમને સૌને Thanks પણ કહેવાનું છે .
માતાપિતા,ભાઇ-બહેન,મિત્રો,સગાવ્હાલાં સૌને
મૂકી એકલપંડે નીકળી પડ્યા છો.
અને પાછા પોતાના વતન,ગામ,શહેર અને દેશનું
નામ દરેક ક્ષેત્રમાં રોશન પણ કરો છો.
પણ પ્રેમ અને શાંતિ તો આપણાં જ દેશમાં,
ખરું ને, એટલે જ કહું છું
……….

ભટક ના તું આમ ભોમ ભોમ,
તુજ ધરાને પણ વિશાળ વ્યોમ;

ક્યાં? શું? શોધે તું આમતેમ,
પ્રેમ,શાંતિ,સત્ય મળે ના એમ:

ગાંધી,સરદાર ને કૃષ્ણ, રામ,
મા તો સૌની એક આ જ ભોમ.

વાટ નિહાળે તારી રોમ રોમ,
આવ! પુકારે તને તારી માભોમ.

તો આવો છો ને, જલ્દી જલ્દી,
થોડી રજાઓ અને થોડા પૈસા ભેગાં કરીને……
અમે તો રાહ જોઇએ છે જલ્દી આ………વજો.

આજે તમે બધાં Indian Flags તો
લઇ જ આવ્યાં હશો , હું પણ લઇ આવી છું.
ઘણાં બધાં , પણ એટલું તો ચોક્કસ પૂછીશ કે,
16 Aug. ના શું કરીશું આપણે ?
અમારા એટલે આપણા Indiaમાં તો rule છે કે,

Flag should be destroyed in a
dignified way with all care and respect.


પણ અહીં તો બધું ચાલે, ખબરને તમને…….
અને તમારે ત્યાં ?

Filed in વિશેષ | Comments (4)

4 Responses to “સ્વાતંત્ર્ય દિન”

  1. Gunjaon 14 Aug 2007 at 8:29 pm

    Very touching……….

  2. ઊર્મિon 15 Aug 2007 at 12:27 pm

    આટલા પ્રેમથી બોલાવે છે તો તો હવે હું મારો સામાન બાંધવા જ જાઉં છું હોં પિંકી!!

    કવિતા પણ સુંદર છે…

  3. Vishal Monparaon 15 Aug 2007 at 5:55 pm

    આપ ઘણુ જ સરસ લખો છો.

  4. [...] ગયા વર્ષે આ જ તારીખે મારા શબ્દોને [...]

Trackback URI | Comments RSS

Leave a Reply

Powered By Indic IME