આ તો…..?! - મા
Pinki on Aug 15th 2007 06:58 am
Sydneyથી મેહુલ શાહ એની મમ્માને કહે છે કે,
India છોડે એક વર્ષ પૂરું થયું,
અને અમે અનરાધાર રડ્યાં…….
તો નાનાં મોટાં સૌની મમ્મા વતી,
થોડુંક મારા તરફથી…………..
પહેલાં તો કાગળ લખતી, પણ
તને મળતાં વાર લાગેને,
તો હવે e-mail કરતાં શીખી ગઇ;
પણ આ ગુજરાતીને Englishમાં
લખવાનું ઘણું અઘરું , ભાઇ !
આજે વરસે દા’ડે, હવે તો
chat કરતાં પણ આવડ્યું છે.
એક આ webcam જલ્દી set નથી થતો,
કદાચ થઇ જાય તો volume ધીમો થઇ જાય.
હાસ્તો વળી, તું લાવેલો એ જ ને……….
અને આ બધી મથામણમાં,
તારો ચહેરો દેખાયને, બધું ભૂલી જઇ
માથે હાથ ફેરવી લઉં.
પપ્પાને પણ હવે કાનમાં તકલીફ છે થોડી,
speakersનું volume full રાખવું પડે છે;
અને એના ફાટી ગયેલા અવાજમાં,
તારો અવાજ માંડ માંડ સંભળાય;
પણ બધું સમજી જઉં છું,
તને webcamમાં જોઇને જ તો……….
એમાં વળી કાલે તો,
internet connection જ cut થઇ ગયેલું,
પણ તારો offline message મળ્યો છે કે
આજે કદાચ વહેલો આવી જઇશ…….તો રાહ જોઉં છું.
હા, ત્યાં તો તારે job અને study બન્ને કરવાનું તો
થાકી જતો હોઇશ, બરાબર જમે તો છે ને ?
કાલે તો બારણું ખખડ્યુંને,
લાગ્યું કે, તું જ છે, તો- એમાં ને એમાં
શાક પણ બળી ગયું .
રોજ સવારે તને જગાડું પણ ખરી
અને ઘણી વાર તારી થાળી
પણ પીરસી દઉ ………
કેટલી વાર, બેટા?
સાચવીને આવજે, રાહ જોઉં છું તારી -
પહેલાંની જેમસ્તો, જ્યારે
tution કે collegeમાંથી મોડો આવતોને,
હું ઊભી ઊભી બાલ્કનીમાં તારી રાહ જોતી…….
પણ દીકરા, તું આવતો’તો હતોને,
આ તો………… ???!!
૧૩.૮.૨૦૦૭
સોમવાર.
Filed in અછાંદસ | Comments (5)


Powered By
સુંદર રચના…
… ગુજરાતી નેટ-જગતમાં આપનું શબ્દશઃ સ્વાગત છે, મિત્ર!
બહુ જ સરસ. ગમ્યું.
સુંદર રચના !
સુંદર બ્લોગ અને સુંદર ગોઠવણી
ભાવ વહી લખાણો અને લાગણી ભર્યા કાવ્યો
આભાર
મા ગુર્જરીને સમૃધ્ધ કરવાના યોગદાનમાં
અમદાવાદ માં વેબ જગતનાં બ્લોગરોનું સ્નેહ મિલન કરાવામાં
વિજય શાહ
હ્યુસ્ટન ટેક્ષાસ
યુ .એસ. એ
પિન્કિ બેન ……..
મારિ આખો મા પાનિ આવિ ગયા.
હુ પન વિદેશ મ રહિ મરિ મા ને બહુ યાદ કરુ ચુ.