Archive for August 16th, 2007

blogging

Pinki on Aug 16th 2007 04:22 am

‘અરે…… દાળમાં મીઠું ભૂલી ગઇ કે શું ?’ -
‘હં.. શું ? આવી એક મિનિટમાં, આ photo insert નથી થતો.’
‘ના, ના, હોય કાંઇ, ઓછું પડ્યું હશે. અરે, હા, ભૂલી જ ગઇ છું.’
દાંત વચ્ચે આંગળી દબાવી, એમ ને એમ હું ઊભી રહી ગઇ…….

‘મમ્મા, દૂધ આપોને……..’ વળી પાછું-
‘મમ્મા……… દૂ………ધ.’
મને થયું, ચાર વાગી ગયા લાગે છે.મારો દીકરો ચોક્કસ છે. મારી જેમ !!
‘મમ્મા, મેં ચાર વાર કહ્યું કે, દૂધ આપો.’
‘Ohh ! Sorry, my dear son, હમણાં જ આપું’
દૂધમાં ખાંડ હલાવતાં હલાવતાં મન તો પાછું-

‘કો’ પ્રેમી જેમ ઉત્સુક પ્રેયસીને પામવા’

પણ સુરેશદાદા તો કહે છે કે, છંદમાં જ લખવું જોઇએ.
અને છંદમાં લખતાં ઘણી વાર રચનાનાં ભાવ અને હાર્દ નથી સચવાતાં.
‘કંઇ નહિં, ધીરે ધીરે ફાવી જશે.’ મેં મનને સાંત્વના આપી.

ત્યાં તો વરસાદ પડ્યોને, પ્રફુલ્લિત મન કાગળ-પેન શોધવા માંડ્યું.
અરે, પણ હજુ તો આગળનો article post કરતી હતી એ બાકી છે,
ક્યાંક net disconnect થઇ જશે તો બધી મહેનત પાણીમાં……
પણ ચંચળ મન જરાય ના માન્યું ને- ‘હું’ મારી લાગણીઓને શબ્દશ:
વાચા આપવા મથતી રહી…… એ તો મનની ચંચળતા, બાકી હું તો -

આ net પાછું slow છે , આજે. વિશાલભાઇએ લખેલું,
‘write’ optionમાં જઇ,page પર click કરવાનું,
તો નવું page create થાય. આ જયશ્રી તો, વળી
audio link પણ આપે, અને મને તો -   ઊર્મિ પણ …..
જલ્દી કહેને, ફોટો કેમ insert કરવાનો ?
મને શું ખબર કે, yahooમાં ગરબડ થયેલી. (હજુ નથી આવડ્યું, ઊર્મિ.)
ઓહ…… પાછું આ backpain !!
માં…..ડ , માં……..ડ એક post publish કરી !!!

હાઆ…… શ !!
અને હવે, આ આખાયે રણમાં વીરડી સમાન -
“COMMENTS”
પણ પાછું આ શું ?!  એને moderate કરવાની ?? હે… ભગવાન !!
વિવેકભાઇએ લખ્યું છે ક્યાંક, ‘શબ્દ નખરાળો હશે’. પણ એવું તો કોઇએ ,
ક્યાં….ય ન’તું લખ્યું કે, ‘બ્લોગીંગ અટકચાળું હશે’.

‘સુરેશદાદા,ઊર્મિ,વિવેકભાઇ,પંચમભાઇ,વિશાલભાઇ…….’
સર્વ વેદ,ઉપનિષદ,ગીતાનું જ્ઞાન ક્ષણમાં સાધ્યું.
‘જગતમાં મારાથી વધુ સુખી કોઇ નથી.’
આ ગુંજાડીએ જ commentsમાં કંઇ ના લખ્યું , બાકી તો બધાંએ -
‘સાધુ તો ચલતા ભલા’ એમ ‘કવિ તો અકેલા ભલા’ -
વળી પાછું સંસારથી વૈરાગ્ય આવી ગયું ને,

‘બેન, વાસણ થઇ ગ્યાં…. ?!’

Filed in હાસ્યલેખ | Comments (13)

Powered By Indic IME