blogging

Pinki on Aug 16th 2007 04:22 am

‘અરે…… દાળમાં મીઠું ભૂલી ગઇ કે શું ?’ -
‘હં.. શું ? આવી એક મિનિટમાં, આ photo insert નથી થતો.’
‘ના, ના, હોય કાંઇ, ઓછું પડ્યું હશે. અરે, હા, ભૂલી જ ગઇ છું.’
દાંત વચ્ચે આંગળી દબાવી, એમ ને એમ હું ઊભી રહી ગઇ…….

‘મમ્મા, દૂધ આપોને……..’ વળી પાછું-
‘મમ્મા……… દૂ………ધ.’
મને થયું, ચાર વાગી ગયા લાગે છે.મારો દીકરો ચોક્કસ છે. મારી જેમ !!
‘મમ્મા, મેં ચાર વાર કહ્યું કે, દૂધ આપો.’
‘Ohh ! Sorry, my dear son, હમણાં જ આપું’
દૂધમાં ખાંડ હલાવતાં હલાવતાં મન તો પાછું-

‘કો’ પ્રેમી જેમ ઉત્સુક પ્રેયસીને પામવા’

પણ સુરેશદાદા તો કહે છે કે, છંદમાં જ લખવું જોઇએ.
અને છંદમાં લખતાં ઘણી વાર રચનાનાં ભાવ અને હાર્દ નથી સચવાતાં.
‘કંઇ નહિં, ધીરે ધીરે ફાવી જશે.’ મેં મનને સાંત્વના આપી.

ત્યાં તો વરસાદ પડ્યોને, પ્રફુલ્લિત મન કાગળ-પેન શોધવા માંડ્યું.
અરે, પણ હજુ તો આગળનો article post કરતી હતી એ બાકી છે,
ક્યાંક net disconnect થઇ જશે તો બધી મહેનત પાણીમાં……
પણ ચંચળ મન જરાય ના માન્યું ને- ‘હું’ મારી લાગણીઓને શબ્દશ:
વાચા આપવા મથતી રહી…… એ તો મનની ચંચળતા, બાકી હું તો -

આ net પાછું slow છે , આજે. વિશાલભાઇએ લખેલું,
‘write’ optionમાં જઇ,page પર click કરવાનું,
તો નવું page create થાય. આ જયશ્રી તો, વળી
audio link પણ આપે, અને મને તો -   ઊર્મિ પણ …..
જલ્દી કહેને, ફોટો કેમ insert કરવાનો ?
મને શું ખબર કે, yahooમાં ગરબડ થયેલી. (હજુ નથી આવડ્યું, ઊર્મિ.)
ઓહ…… પાછું આ backpain !!
માં…..ડ , માં……..ડ એક post publish કરી !!!

હાઆ…… શ !!
અને હવે, આ આખાયે રણમાં વીરડી સમાન -
“COMMENTS”
પણ પાછું આ શું ?!  એને moderate કરવાની ?? હે… ભગવાન !!
વિવેકભાઇએ લખ્યું છે ક્યાંક, ‘શબ્દ નખરાળો હશે’. પણ એવું તો કોઇએ ,
ક્યાં….ય ન’તું લખ્યું કે, ‘બ્લોગીંગ અટકચાળું હશે’.

‘સુરેશદાદા,ઊર્મિ,વિવેકભાઇ,પંચમભાઇ,વિશાલભાઇ…….’
સર્વ વેદ,ઉપનિષદ,ગીતાનું જ્ઞાન ક્ષણમાં સાધ્યું.
‘જગતમાં મારાથી વધુ સુખી કોઇ નથી.’
આ ગુંજાડીએ જ commentsમાં કંઇ ના લખ્યું , બાકી તો બધાંએ -
‘સાધુ તો ચલતા ભલા’ એમ ‘કવિ તો અકેલા ભલા’ -
વળી પાછું સંસારથી વૈરાગ્ય આવી ગયું ને,

‘બેન, વાસણ થઇ ગ્યાં…. ?!’

Filed in હાસ્યલેખ | Comments (13)

13 Responses to “blogging”

  1. સુરેશ જાનીon 16 Aug 2007 at 4:25 pm

    બહુ જ જીવંત રચના.

  2. Pinkion 18 Aug 2007 at 4:33 am

    દાદા,

    આ bloggingનું ગુજરાતીમાં ભાષાંતર શું કરીશું ?

  3. પંચમ શુક્લon 20 Aug 2007 at 11:38 am

    Blog means ‘Web-log’.

    હવે આ વાત ખબર પડી એટલે બ્લૉગનું ભદ્રંભદદ્રીય નામ ‘વિશ્વડાયરી’ એવું કંઇક કરી શકાય.

    મસ્તીવાળું નામ આપવું હોય તોઃ ‘ઝટકઝાળુ’ એવું આપી શકાય.
    અને બ્લૉગીંગની ક્રિયાને ‘ઝટકઝાળ’ એટલે ઇન્ટરનેટની જાળ પર શબ્દો, ભાવ બધું ઝાટકી હળવાફૂલ થવું.

  4. Sarjeeton 11 Sep 2007 at 11:30 pm

    Nice one!

  5. Nirlep Bhatton 16 May 2008 at 2:07 pm

    maja aavi.

  6. કુણાલon 24 May 2008 at 4:42 pm

    ઓહો પિંકીબેન …. :) આ તો આજે જ જોયું !!!

    એક્દમ લાઈવ લાગ્યું … જાણે હું સ્ક્રીન પર જોઇ રહ્યો હોઉં એવું !! .. એક્દમ તાદ્ર્શ વર્ણન….

    અને પંચમભાઈએ પણ મસ્ત શબ્દ આપ્યો !! :)

  7. jayesh upadhyayaon 05 Jun 2008 at 1:42 pm

    અને હવે, આ આખાયે રણમાં વીરડી સમાન -
    “COMMENTS”
    ગમ્યું

  8. DR. CHANDRAVADAN MISTRYon 06 Aug 2008 at 7:53 am

    પિન્કી..ફરી તારી સાઈટ પર આવ્યો અને થયું કે પ્રતિભાવ ગુજરાતીમા જ આપું……કોમ્પ્યુટર જગતની તારી હાસ્ય લખાણ કળા મને ગમી…..લખતી રહીશ…..ચંદ્રવદન

  9. અમિત પટેલon 22 Jan 2009 at 1:58 am

    very nice.

    રોજીંદા જીવનની હાસ્યકળા શોધી કાઢી.

  10. યશવંત ઠક્કરon 05 May 2009 at 7:17 pm

    પિંકી બેન,
    એકદમ જીવંત પ્રસારણ ! મજા આવી. સમતુલા માટે બ્લોગજગતમાં આવા હાસ્યલેખોની ઘણી જરૂર છે. ધન્યવાદ.

  11. યશવંત ઠક્કરon 05 May 2009 at 7:20 pm

    માત્ર એક જ હાસ્ય લેખથી નહીં ચાલે. વધારો કરશો એવી અપેક્ષા.

  12. યશવંત ઠક્કરon 20 Aug 2009 at 6:13 pm

    શું ક્ષણોને રમતી મૂકી દીધી છે! વાસ્તવિકતાની એકદમ હળવાશભરી રજૂઆત. માન ગયે.

  13. યશવંત ઠક્કરon 20 Aug 2009 at 6:29 pm

    ત્રણ ત્રણ મહિનાના વાણાં વાયાં. Your comment is awaiting moderation.

    કહેવું પડે! !

    નથી રે પડીરે … નથીરે પડી ..
    અમારી કોમેન્ટની તમને નથીરે પડી ..

Trackback URI | Comments RSS

Leave a Reply

Powered By Indic IME