ગુલમહોર

Pinki on Aug 18th 2007 11:43 pm

ડાળે ડાળ ટહુકતી નિરખી કોયલને,
          અને કોયલ પણ ખીલતી,
          ગુલમહોરનાં રક્તવર્ણાં કેસરી પુષ્પો સંગ.
          છેડતી કોયલ તાર સપ્તકનો સૂર ,
          અને પછી તો-
          પોપટ,ચકલાં,કાબર,હોલો બધાં
          મચી પડતાં મેળવવા એનો સૂર
          જે જામે પછી સંગીતની મહેફિલ……….
          હરખાતી મનીપ્લાન્ટની વેલ,
          શરમાતી શરમાતી વીંટળાઇ જતી ગુલમહોરને.

          પવનનો સૂસવાટો આવ્યોને, બારીનો પડદો ઊડ્યો.
          હું, મારી કોયલ, મારો ગુલમહોર
          બધુંયે કડડડ ભૂસ……..
          કોઇએ ગુલમહોર કાપી નાંખ્યો.

          છે બસ હવે માત્ર ઠૂંઠૂં.
         ચકલાં,કાબર,પોપટ,હોલો – સૌનાં માળાની જેમ,
         મારો વ્હાલનો માળો પણ પીંખાઇ ગયો.
         બધાં કહે છે સરસ અજવાળું થઇ ગયું અને
         મચ્છરો પણ ઓછાં થશે.

         દૂર દૂર ક્યાંકથી કોયલનાં ટહુકા સંભળાયા………
         કદાચ ગુલમહોરને યાદ કરીને, કોને ખબર ??

 

(૪-૫ દિવસ પહેલાં જ Plantation Day હતો,
મેં અને મારા ઓમે એક ગુલમહોર વાવ્યો છે,
ક્યા…રે ઊગશે, કોને ખબર ?? )

Filed in અછાંદસ | Comments (2)

2 Responses to “ગુલમહોર”

  1. પંચમ શુક્લon 20 Aug 2007 at 8:05 am

    સુંદર કાવ્ય.
    ઉનાળો ભહે ગયો….ગુલમ્હોર તો તાજો જ છે!

    “અને મારા ઓમે એક ગુલમહોર વાવ્યો છે,” – વૃક્ષારોપણ માટે અભિનંદન!

  2. [...] મારા ગુલમહોરને- [...]

Trackback URI | Comments RSS

Leave a Reply

Powered By Indic IME