Archive for August 21st, 2007

આમ તો નથી તું ……..

Pinki on Aug 21st 2007 08:50 am

આમ તો નથી તું ક્યાંય આસપાસ,
મનને તોય તારો સતત આભાસ;

દિલને પણ આજ,ફરી તારી આશ,
હજુયે નથી આવ્યો તું  મારી પાસ?

શમણાં પણ થયાં છે મોંઘા ખાસ,
યાદને ચઢતું ના કોઇ વ્યાજ કાશ!!

જોઇ શકે નહિં દિલ તુજ નિશ્વાસ,
વાટ તો જોશે પણ અંતિમ શ્વાસ.

દુનિયા તોડે કદી,ક્યાંક,કો’ક વિશ્વાસ,
આવી જજે તું, ફરી મારી પાસ !!!

૫.૮.૨૦૦૭, રવિવાર, અમદાવાદ.
સર્જનસહિયારું

Filed in કાવ્ય | Comments (2)

હાઇકુ

Pinki on Aug 21st 2007 08:29 am

જન્મોજન…મ
મળશું, વિતાવું આ
પળ પણ શેં ?!

આ જન્મે ના મળ્યાંને, આવતાં સાત જન્મનાં કોલ દઇ દીધાં.
પણ આ જન્મની એક એક પળ કેમ વીતશે ?

૨૧.૮.૨૦૦૭, મંગળવાર, અમદાવાદ.

Filed in હાઇકુ | Comments (3)

હાઇકુ

Pinki on Aug 21st 2007 08:20 am

ઝાકળબિંદુ-
જાગ્રત પરોઢિયે,
બનું હું સિંધુ !!

નિશાનચૂક માફ ,નહિં માફ નીચું નિશાન !!!

૧૯.૮.૨૦૦૭, મંગળવાર, અમદાવાદ.

Filed in હાઇકુ | Comments (1)

હાઇકુ

Pinki on Aug 21st 2007 08:16 am

રસ્તો અને હું,
સડસડાટ ચાલ્યાં.
મંઝિલ, એ શું ?

અંતહિન સડક જ હમસફર બની જાય તો મંઝિલની કોને ફિકર ?!

૨૧.૮.૨૦૦૭, મંગળવાર, અમદાવાદ.

Filed in હાઇકુ | Comments (1)

હાઇકુ

Pinki on Aug 21st 2007 08:02 am

રેઇનકોટ,
છત્રીને તાડપત્રી,
વરસાદ છે ??

મન ભરીને માણી લે ને વરસાદ, એ પણ ચાલ્યો જશે!!

૨૧.૮.૨૦૦૭, મંગળવાર, અમદાવાદ.

 

Filed in હાઇકુ | Comments (1)

હાઇકુ

Pinki on Aug 21st 2007 07:59 am

સ્મૃતિપુષ્પો કૈં
ખીલી ઊઠ્યાં,કંટક
જ્યમ ખૂંચે શું ?!

યાદ તો મધમીઠી જ લાગે પણ પછી,
દિલમાં સતત ચૂભે તે શું? તું જ કે સ્મૃતિ !!!

૨૬.૭.૨૦૦૭, ગુરુવાર, અમદાવાદ.

Filed in હાઇકુ | Comments (0)

હાઇકુ

Pinki on Aug 21st 2007 07:26 am

ના સરિતાનો
આરો, કોરોને કોરો
પણ કિનારો !!

આ કિનારાનું કોરાપણું મને ક્યારેય સમજાતું નથી.

૨૬.૭.૨૦૦૭, ગુરુવાર, અમદાવાદ.

Filed in હાઇકુ | Comments (1)

Powered By Indic IME