આમ તો નથી તું ……..

Pinki on Aug 21st 2007 08:50 am

આમ તો નથી તું ક્યાંય આસપાસ,
મનને તોય તારો સતત આભાસ;

દિલને પણ આજ,ફરી તારી આશ,
હજુયે નથી આવ્યો તું  મારી પાસ?

શમણાં પણ થયાં છે મોંઘા ખાસ,
યાદને ચઢતું ના કોઇ વ્યાજ કાશ!!

જોઇ શકે નહિં દિલ તુજ નિશ્વાસ,
વાટ તો જોશે પણ અંતિમ શ્વાસ.

દુનિયા તોડે કદી,ક્યાંક,કો’ક વિશ્વાસ,
આવી જજે તું, ફરી મારી પાસ !!!

૫.૮.૨૦૦૭, રવિવાર, અમદાવાદ.
સર્જનસહિયારું

Filed in કાવ્ય | Comments (2)

2 Responses to “આમ તો નથી તું ……..”

  1. વિવેકon 21 Aug 2007 at 11:28 pm

    સુંદર રચના…

  2. પંચમ શુક્લon 22 Aug 2007 at 5:18 am

    આમ તો નથી તું ક્યાંય આસપાસ,
    મનને તોય તારો સતત આભાસ;

    સરસ..

Trackback URI | Comments RSS

Leave a Reply

 Type in