રાજઘાટ
Pinki on Sep 5th 2007 12:22 pm
સૂવા દે એને આ કાળમીંઢ પથ્થરો નીચે
કારણ એ જાગશે તો-
જાણી જશે કે,
એનાં અસ્થિ-વિસર્જનની સાથે જ,
‘સત્યનાં પ્રયોગો’નું પણ વિસર્જન થઇ ચૂક્યું છે.
એ જાણી જશે
એની જન્મતિથિ-પુણ્યતિથિ પર
એકઠાં થતાં એ શ્વેત ખાદી વસ્ત્રોધારી
નેતાઓનું રાજકારણ પણ
અને પછી રોજે રોજ સળગશે એ,
એની સમાધિ પર પ્રજ્વલ્લિત અખંડ જ્યોત સમ…..
ગોડસે પણ બોલી ઉઠશે કે,
‘હે રામ!’ આ ગાંધી મને ક્યાં નડતો હતો ?!!
૩૧.૮.૨૦૦૭, શુક્રવાર, દિલ્હી.
Filed in અછાંદસ | Comments (8)
બહુ જ ચોટદાર ભાવ.
ગાંધીજીના નામે પોતાનો વેપાર ચલાવતા સત્તાલાલચુઓ કરતાં તો ગોડસે ઘણો સારો હતો.
જો ગાંધીજી જીવતા હોત તો? તેમને દરરોજ મરવા જેવું લાગત.
એક્દમ હ્રદય સ્પર્શી.!!!!!!!! ખરી વાત છે..!
ખુબજ સરસ વાત કરી
સરસ વાત !
સુંદર રચના…
આવી જ એક કવિતા ભણતા હતા ત્યારે ગુજરાતી વાચનમાળામાં આવતી હતી. ધવલે ઘણા સમય પહેલાં લયસ્તરો પર મૂકી પણ હતી:
http://layastaro.com/?p=72
હા, મેં એની જ link આપી છે પણ
technical problemને લીધે કદાચ
connect નથી થઇ …….
આજે જ મને તમારા બ્લોગને વધારે ધ્યાનપૂર્વક નિહાળવાનો મોકો મળ્યો. ‘રાજઘાટ’ રચના હ્રદયને ખુબ સ્પર્શી ગઈ. આ સાથે મારા બ્લોગ ‘બંસીનાદ’ પર ‘ડીજીટલ ગાંધીજી’ ના વિભાગમાં ‘રાજઘાટ’ની લીંક ઉમેરૂં છું.
ગાંધીજી વિષયક કોઈ પણ રચના તમે લખી હો અથવા તમારી જાણમા હોય તો મને જરરૂથી જણાવશો.
માત્ર એક અંગુલિનિર્દેશ:
“નેતાઓનું રાજકારણ પણ
અને પછી રોજે રોજ સળગશે એ,
એની સમાધિ પર પ્રજ્વલ્લિત અખંડ જ્યોત સમ…..
ગોડસે પણ બોલી ઉઠશે કે,”
‘રાજકારણ ‘ અને ‘ગોડસે’ની લીંક તુટેલી લાગે છે.
There is an additional ‘http://’ in front of the URL
Just remove the extra ‘http://’.. links should work –જય
[…] શબ્દશ: પર વાંચો ‘રાજઘાટ’ […]