Archive for September 16th, 2007

જિંદગી

Pinki on Sep 16th 2007 11:23 am


સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હાંફતી આ જિંદગી
કદીક મધ્યાહ્ને શ્વાસ લેવા મથતી આ જિંદગી
 
વસંતમાં વૈશાખી વાયરે બળબળતી આ જિંદગી
કદીક પાનખરે વસંત જેમ પાંગરતી આ જિંદગી
 
શબ્દોની આંટીઘૂંટીમાં શોરબકોર કરતી આ જિંદગી
કદીક ગુલ્મહોરની ડાળીએ ટહુકતી આ જિંદગી
 
મૂશળધાર વરસાદે ભીઁજાતી,તરસી આ જિંદગી
કદીક મૃગજળે પ્યાસ બૂઝવતી આ જિંદગી
 
કિનારે આવી મોજાં જેમ અટવાતી આ જિંદગી
કદીક મઝધારે મંઝિલને શોધતી આ જિંદગી
 
જિંદગી અને મોત વચ્ચે ઝઝુમતી આ જિંદગી
અંતિમ શ્વાસે જિંદગીને પામતી આ જિંદગી

૧૫.૬.૨૦૦૭,  શુક્રવાર,  અમદાવાદ.

Filed in ગઝલ | Comments (10)

કેડી

Pinki on Sep 16th 2007 05:52 am

મોજાંની એક થપાટે,
ભૂંસાઇ જાતાં છો ને પગલાં રેત મહીં;

હાથમાં હાથ પરોવી,
પગલે પગલું મિલાવી કંડારી કેડી,

મળે ના શું ક્યાંક
કો’ક સડકને અને પછી મંઝિલને ?!

૧૫.૯.૨૦૦૭,  શનિવાર,  અમદાવાદ.

Filed in કાવ્ય | Comments (1)

મુક્તપંચિકા

Pinki on Sep 16th 2007 05:47 am

પડઘો તુજ
લાગણીનો જ
મુજ અંતરે,તુજ
દર્પણ છેક
જ શું ધૂંધળું?!

 

મન દર્પણ જેવું હોય છે, તો એ આટલું અસ્પષ્ટ શાને રાખવું ?

૧૫.૯.૨૦૦૭,  શનિવાર,   અમદાવાદ.

Filed in મુક્તપંચિકા | Comments (0)

હાઇકુ

Pinki on Sep 16th 2007 05:36 am

સરકી જતી
હાથતાળી દેતી’ક
જોને જિઁદગી !

૧૧.૯.૨૦૦૭,   મંગળવાર,   અમદાવાદ.

Filed in હાઇકુ | Comments (3)