કેડી
Pinki on Sep 16th 2007 05:52 am
મોજાંની એક થપાટે,
ભૂંસાઇ જાતાં છો ને પગલાં રેત મહીં;
હાથમાં હાથ પરોવી,
પગલે પગલું મિલાવી કંડારી કેડી,
મળે ના શું ક્યાંક
કો’ક સડકને અને પછી મંઝિલને ?!
૧૫.૯.૨૦૦૭, શનિવાર, અમદાવાદ.
Filed in કાવ્ય | Comments (1)
મોડી મોડી વાંચી… પણ ખૂબ સરસ..