જિંદગી
Pinki on Sep 16th 2007 11:23 am
સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હાંફતી આ જિંદગી
કદીક મધ્યાહ્ને શ્વાસ લેવા મથતી આ જિંદગી
વસંતમાં વૈશાખી વાયરે બળબળતી આ જિંદગી
કદીક પાનખરે વસંત જેમ પાંગરતી આ જિંદગી
શબ્દોની આંટીઘૂંટીમાં શોરબકોર કરતી આ જિંદગી
કદીક ગુલ્મહોરની ડાળીએ ટહુકતી આ જિંદગી
મૂશળધાર વરસાદે ભીઁજાતી,તરસી આ જિંદગી
કદીક મૃગજળે પ્યાસ બૂઝવતી આ જિંદગી
કિનારે આવી મોજાં જેમ અટવાતી આ જિંદગી
કદીક મઝધારે મંઝિલને શોધતી આ જિંદગી
જિંદગી અને મોત વચ્ચે ઝઝુમતી આ જિંદગી
અંતિમ શ્વાસે જિંદગીને પામતી આ જિંદગી
૧૫.૬.૨૦૦૭, શુક્રવાર, અમદાવાદ.
Filed in ગઝલ | Comments (10)
જિંદગી અને મોત વચ્ચે ઝઝુમતી આ જિંદગી
અંતિમ શ્વાસે જિંદગીને પામતી આ જિંદગી
- સરસ વાત !
સરસ ભાવ
સુંદર ગઝલ… પણ મને લાગે છે કે છંદ-રદીફ-કાફિયા શીખી-સમજી લેવાનો સમય પાકી ગયો છે હવે…
મેં પણ જિંદગી પર એક ગઝલ લખેલી છે. http://poem.vishalon.net/Poem/17.aspx
આપની ગઝલ પણ અતિશય સુંદર છે.
સુંદર ગઝલ… એક એક શેર સરસ… વિવેકભાઈની વાત થી સહમત છું… આ ગઝલ વાંચતા જ બીજી એક ગઝલ યાદ આવી ગઈ..
કેટલાં વર્ષો વિત્યાં ભાળ પણ મળતી નથી,
આ જગતની ભીડમાં બસ લાપતા છે જિંદગી
કંઈ નથી આ જિંદગી કિસ્સો છે ખાલી હાથનો
જે કંઈ છે એ ફક્ત ઈશ્વર દયા છે જિંદગી
કેટલાં વર્ષો વિત્યાં ભાળ પણ મળતી નથી,
આ જગતની ભીડમાં બસ લાપતા છે જિંદગી
લાજવાબ ! ………
આખી ગઝલ કેટલી સરસ હશે
હોય તો publish કરી જ દેજો……… નીરજભાઇ.
ખૂબ સારુ લખાણ્…મને ઘણુ ગમ્યુ…આજે નવરાશથી શાંતિ થી તમારો બ્લોગ જોવા નો મોકો મળ્યો..
પિન્કીબેન,
આખી ગઝલ મારા બ્લોગ પર મુકાઇ જ ગઇ છે. અહિં સાંભળો http://rankaar.com/?p=18
જોડે જોડે મરીઝ સાહેબની ‘જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી, જે ખુશી આવી તે આખરી સમજી લીધી’ પણ માણવા જેવી છે. અહિં સાંભળો http://rankaar.com/?p=119
હેય પિન્કિ બેન ખુબ સરસ ચે..
કિનારે આવી મોજાં જેમ અટવાતી આ જિંદગી
કદીક મઝધારે મંઝિલને શોધતી આ જિંદગી
હકિકત થતેી વાત્…
[…] જ, ૧૫.૬.૨૦૦૭ના રોજ એક કવિતા જેવું કશુંક લખાયું, અને પછી થોડુંક […]