Archive for September 20th, 2007

વિસરું કેમ?

Pinki on Sep 20th 2007 04:15 am

પ્રાણ બની શ્વસે મુજમાં તું,
આ શ્વાસોચ્છવાસે વિસરું કેમ?

અક્ષિતારક બની દ્રશ્ય મુજમાં તું,
આ પાંપણના પલકારે વિસરું કેમ?

શબ્દો બની હૃદય મહીં સ્ફુરે તું,
આ ગઝલના સથવારે વિસરું કેમ?

જિંદગી બની ક્ષણે ક્ષણ જીવે તું,
આ મોત ના આવે તો વિસરું કેમ?

૨૦.૯.૨૦૦૭,   ગુરુવાર,   અમદાવાદ.

Filed in ગઝલ | Comments (5)

Powered By Indic IME