ગાંધીજીનું પૂતળું

Pinki on Sep 30th 2007 10:57 pm

ગાંધીજીના ત્રણ વાંદરા હતા અવઢવમાં,
આખરે આંખ ખોલીને વાંદરો બોલ્યો,
“ભાઇ, આ જમાનામાં કદી કોઇનું જોવું નહિં !!”

બીજો વાંદરો, તરત મોં પરથી હાથ લઇને બોલ્યો,
“હા,ભાઇ  અને કદી કોઇને કંઇ કહેવું પણ નહિં .”

ત્રીજો વાંદરો કાન પરથી હાથ ખસેડી બોલ્યો,
“સાવ સાચી વાત, કદી કોઇનું સાંભળવું (માનવું) નહિં .”

ગાંધીજીના પૂતળાએ, જોરથી હોઠ ભીડી,
કાન પર હાથ મૂકી, કાયમ માટે આંખો મીંચી દીધી……..!!!

૨૦.૯.૨૦૦૭,  ગુરુવાર,   અમદાવાદ.

Filed in ગદ્ય, વિશેષ | Comments (7)

7 Responses to “ગાંધીજીનું પૂતળું”

  1. સુનીલ શાહon 01 Oct 2007 at 1:09 am

    very nice…!

  2. Jugalkishoron 01 Oct 2007 at 4:13 am

    હઁ, હવે કંઈ વાત બની !

    સરસ મર્માળી વાત કહી, તાકાતભર્યા શબ્દો સાથે.
    અભીનંદન !

  3. સુરેશ જાનીon 01 Oct 2007 at 7:28 am

    સરસ .

  4. Chirag Patelon 01 Oct 2007 at 7:53 am

    ઘણી જ મર્મશર્શી વાત અને તે પણ સરળ શબ્દોમાઁ!

  5. વિવેકon 04 Oct 2007 at 1:11 am

    સુંદર રચના…

  6. gopal h parekhon 07 Oct 2007 at 9:06 pm

    ત્રણે ય વાંદરાનું સ્વભાવ વિરોધી વર્તન માર્મિક રીતે રજુ કર્યું છે

  7. gopal h parekhon 02 Nov 2007 at 7:46 pm

    ઉપદેશ અને આચરણ વચ્ચેનો ફરક ખુબ જ માર્મિક રીતે કટાક્ષમાં સમજાવ્યો,સરસ

Trackback URI | Comments RSS

Leave a Reply