સરકી જતી
હાથતાળી દેતી’ક
જોને જિઁદગી !
૧૧.૯.૨૦૦૭, મંગળવાર, અમદાવાદ.
Pinki on Sep 16th 2007 05:36 am
સરકી જતી
હાથતાળી દેતી’ક
જોને જિઁદગી !
૧૧.૯.૨૦૦૭, મંગળવાર, અમદાવાદ.
Filed in હાઇકુ | Comments (3)
Pinki on Sep 9th 2007 11:42 am
મોહે નટખટ કહાન સતાય (૨)
ગોકુલ છોડ્યો બહુત સતાય - મોહે નટખટ.
પનિયા ભરનકો આજ ગઇ,
બાંસુરી તોરી કહીં ના સુનાઇ - મોહે નટખટ.
બહુત કિન્હીઁ મખ્ખન બનાઇ,
ચોરી ચોરી કાહે ન ખાય - મોહે નટખટ.
સાંજ પડે ગૈયા ઘર આય,
તોરી આહટ ભી ના સુનાઇ - મોહે નટખટ.
૮.૯.૨૦૦૭, શનિવાર, અમદાવાદ.
નટખટ કાનુડો રાધાને ઘણું કનડતો
પણ ગોકુળ છોડીને જતો રહે છે પછી
રાધાને કેટલી સતાવે છે તેની યાદો ?!!!
Filed in ભક્તિગીત | Comments (1)
Pinki on Sep 5th 2007 12:22 pm
સૂવા દે એને આ કાળમીંઢ પથ્થરો નીચે
કારણ એ જાગશે તો-
જાણી જશે કે,
એનાં અસ્થિ-વિસર્જનની સાથે જ,
‘સત્યનાં પ્રયોગો’નું પણ વિસર્જન થઇ ચૂક્યું છે.
એ જાણી જશે
એની જન્મતિથિ-પુણ્યતિથિ પર
એકઠાં થતાં એ શ્વેત ખાદી વસ્ત્રોધારી
નેતાઓનું રાજકારણ પણ
અને પછી રોજે રોજ સળગશે એ,
એની સમાધિ પર પ્રજ્વલ્લિત અખંડ જ્યોત સમ…..
ગોડસે પણ બોલી ઉઠશે કે,
‘હે રામ!’ આ ગાંધી મને ક્યાં નડતો હતો ?!!
૩૧.૮.૨૦૦૭, શુક્રવાર, દિલ્હી.
Filed in અછાંદસ | Comments (8)
Pinki on Sep 5th 2007 11:48 am
થઇ અળગી
વેલી, ને ઉઝરડાં
ના શું તરુને ?!!
નમણી, નાજુક વેલી અલગ થાય છે વૃક્ષથી,
વૃક્ષનાં થડ પર નહિં તો દિલ પર તો જરુર ઉઝરડાં પડ્યાં હશે !!
૩૧.૮.૨૦૦૭, શુક્રવાર, દિલ્હી.
Filed in હાઇકુ | Comments (0)