દરિયો અને હું
Pinki on Oct 9th 2007 09:51 am
![]()
સમી સાંજે -
સૂર્યને સમાવતો,
મનના પડઘા ઘૂઘવતો,
સઘળાં આંસુને પીતો આ ખારો દરિયો……
અને એના
મોજાંની ભરતી-ઓટમાં અફળાતી યાદોમાં
ડૂબકી મારી શોધું હું,
મારા શમણાંનું કોઈ મોતી !!
૯.૧૦.૨૦૦૭, મંગળવાર, અમદાવાદ.
Filed in અછાંદસ | Comments (14)
આ શબ્દો ખુબ જ ગમ્યાઃ
મોજાંની ભરતી-ઓટમાં અફળાતી યાદોમાં
ડૂબકી મારી શોધું હું,
મારા શમણાંનું કોઈ મોતી
જો કે થોડુ અતાર્કીક લાગ્યુઁ. પણ કવીની કલ્પના તર્કના દરવાજે બઁધાય?
સુંદર શબ્દો…કવિ ને કોઇ જ બ્ંધન ન નડે..
સરસ…ગમ્યું.
મોજાંની ભરતી-ઓટમાં અફળાતી યાદોમાં
ડૂબકી મારી શોધું હું,
મારા શમણાંનું કોઈ મોતી !!
આંગળીના વેઢે ગણાય એટલા શબ્દોમા બહુ જ સુંદર રચના બનાવી છે.
તમારી આ રચના બહુ જ ગમી.
કેતન શાહ
સુંદર રચના………..માણવા મળી
મોજાંની ભરતી-ઓટમાં અફળાતી યાદોમાં
ડૂબકી મારી શોધું હું,
મારા શમણાંનું કોઈ મોતી.
સુંદર…
હ્રદયને દરિયો માની… ભીતર…..ભીતર
યાદોના ખજાનામાં ઊંડે દટાયલા મનગમતા શમણાની છીપમાં મોતી શોધવાનો સુંદર પ્રયાસ.
જય ગુર્જરી,
ચેતન ચંદુલાલ ફ્રેમવાલા
ચેતનભાઈ,
મારા શબ્દોનું શબ્દશઃ પ્રતિબિંબ …….. ! !
while i was writing-
exactly it’s in my thought rather
i m doing that only…… ! !
ઘણો જ આનંદ થયો
આ પ્રતિબિંબને ઝીલતાં
જાણે મળી ગયું…..
મારા શમણાંનું મોતી……..
સાગર કિનારે એક સાંજ
દૂર દૂર અનંત મહાસાગરમાં
સોનેરી રવિ અવકાશ માં સરતો દેખાય
ત્યારે મનની ગહેરાઈઓ માં
એક તેજ નો લીસોટો ફંટાતો દેખાય
અત્યંત સમીપ ની અસંખ્ય રેતીનાં કણોમાં
નાના બાળકો કિલ્લોલ કરતા દેખાય
ત્યારે મનનાં લાગણીમય સ્પંદનોમાં
એક સુંદર સાથની ઉણપ વર્તાય
દૂર દૂર ક્ષિતિજ માં ઉડતાં પંખીઓ
સનાતન સાથની મોજ માણતાં પારેવડાં
ત્યારે મનની એકલતાં પામવા મથતાં
હ્રદયનાં ભાવો ને ઈશ્વરનો સાથ મળતો દેખાય
ભીના કિનારે લિસોટા પાડતી ઘોડાગાડી ને
અંદર ભાવની ભીનાશથી ભીંજવતું પ્રેમી યુગલ
ત્યારે અચાનક મન ના સ્મૃતિપટ પર ઉદ્ભવતી
એક અતિસુંદર રાધામય કનૈયાની પ્રતિકૃતિ
પ્રેમના સનાતન સત્યને સમજાવતી દેખાય
ખુબ જ સુંદર .
pinky મને plsssss આપનાં બ્લોગ ની લિન્ક મોકલી આપશો. હમણા હુ readgujarati માં આપની comm. માં થી આ link માં આવી છુ તો બરોબર save નથી થાતી .
neetakotecha.1968@gmail .com
plsss mokli aapsho.
સરસ રચના…
દરીયો અને હું..
સરસ રચના છે. મન ને વારં વારં વાંચયા કરવું ગમે એવુ છે…..
ગાગરમાં સાગરની જેમ થોડા શબ્દોમાં ઘણું બધું વ્યક્ત કર્યું…સુંદર..
ખુબ સરસ……