મારું ઘર

Pinki on Oct 14th 2007 03:35 am

વરસોથી બંધ પડેલા મકાનની અધખુલ્લી બારીમાંથી ડોકાયું ‘ઘર’……..

લટકી રહેલાં જાળાંને પીંખી, સમયને આરપાર વીંધી,

નજરે કર્યો ‘ગૃહપ્રવેશ’-

લીંપ્યું-ગૂંપ્યું આંગણું ને રંગોળી વળી શું ?!!

શુભ-લાભ ને કુમકુમ કેરા સાથિયા ભૂંસાયા સહુ ચોઘડિયે ‘ચલ’ !!

સૂની દિવાલો પર લટકતી હતી ખીંટીઓ ને

બંધ હિંચકા પર ઝૂલતાં’તા,- છાપું, ચશ્મા અને લાકડી ;

તૂટેલા શંખે ફૂંક્યો આરતીનો નાદ,

અને રણકી ઊઠ્યાં , માની બંગડીના તૂટેલા કાચ;

વેરવિખેર રમકડામાંથી પા પા પગલી કરતું આવ્યું બચપણ;

અચાનક ખભે હાથ મૂકી એણે પૂછ્યું ,“શોધે કયું સગપણ?”

સાથે વીતાવેલી કો’ક રળિયામણી સાંજને યાદ કરતાં,

રોજની જેમ જ ઘડિયાળ પર કરી નજર…….!!

બંધ પડેલી ઘડિયાળનાં અટકેલા કાંટામાં-

જતી રહી કો’ક પળ, ને

વરસોથી હતું જે ‘મારું ઘર’ બની ગયું ‘મકાન’……….. !!

 

૧૩.૧૦.૨૦૦૭,    શનિવાર,    અમદાવાદ.

શબ્દાર્થ :
ચલ - ચોઘડિયું
ચલ - જતા રહેવું

 

Filed in અછાંદસ | Comments (15)

15 Responses to “મારું ઘર”

  1. Shah Pravinchandra Kasturchandon 14 Oct 2007 at 6:55 am

    ==============
    વરસોથી હતું જે ‘મારું ઘર’
    બની ગયું ‘મકાન’……….. !
    ==============

    વરસોથી હતું જે ‘મારું ઘર’
    તે બની ગયુ ‘મારું જ ઘરં !’
    આટલી બધી યાદો જેની સાથે જોડાએલી હોય
    તે ઈંટ ચૂનાનું મકાન કેમ બની રહે?
    ખૂબ ભાવ્યું,ભાયા!
    અભિનંદન.

  2. સુરેશ જાનીon 14 Oct 2007 at 7:01 am

    ઘર અને મકાન વચ્ચેનો ફરક બહુ સરસ રીતે સજાવ્યો.

  3. chetuon 14 Oct 2007 at 8:58 am

    ખુબ સરસ રેીતે દર્શાવ્યુ છે..

  4. neetakotechaon 14 Oct 2007 at 1:01 pm

    ખુબ સરસ હ્રિદય્સ્પર્શી

  5. ramesh shahon 14 Oct 2007 at 10:19 pm

    ખૂબ સરશ વાત સાવ સહજ રીતે ચૂટેલા શ્બ્દો ની સુંદર રચના આભિનંદન

  6. Nirajon 15 Oct 2007 at 8:35 am

    ભાવવહી રચના..

  7. dipti 'shama'on 16 Oct 2007 at 10:50 am

    પિન્કિ, ખુબ જ સરસ અને ભાવવાહી રચના.

  8. ankuraon 17 Oct 2007 at 1:54 pm

    it’s very good. heart touching

  9. niraj vyason 17 Oct 2007 at 8:36 pm

    અરે યાર આ તો બહુ જ ઉત્તમ રચના છે આવિ બિજિ બે ત્રન લખિ નાખો યાર્…………………………..

  10. Urmion 23 Oct 2007 at 10:01 am

    સુંદર રચના….

  11. Urmion 23 Oct 2007 at 10:02 am

    સુંદર રચના……

  12. પ્રતીકon 01 Nov 2007 at 12:58 am

    સરસ, પણ આ “લીંપ્યું-ગૂંપ્યું” એટલે શુ ?

  13. Pinkion 01 Nov 2007 at 4:31 am

    પહેલાના જમાનામાં આંગણાને છાણાં અને માટીથી
    લીંપવામાં આવતા ત્યારે paving tiles ન’તાને તો-

    જે શુદ્ધ અને પવિત્ર મનાતું અને ઇશ્વરનો વાસ હોય ત્યાં
    એમ પણ મનાતું ……….!!

    વળી, ગાયનું છાણ તો વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે
    antibacetarial છે તો indirectly એ પણ કારણ હોય.

  14. પ્રતીકon 02 Nov 2007 at 12:52 am

    ઓહ, મારા આજીબા (મમ્મી ના મમ્મી) નુ ગામમા ઘર હતુ એ પણ આવુઁ જ હતુ. અમે દર વર્ષે ઉનાળા ની રજા મા ત્યા જ જતા.

  15. Dhwanion 02 Nov 2007 at 10:00 am

    બોલવા ને કોઈ શબ્દ જ રહેતા નથી..!!! શબ્દો ફીકા પડશે આ રચના નાં વખાણ કરવા માં…!!!! vry heart touching….vry nice..

Trackback URI | Comments RSS

Leave a Reply