માણસ નામે વસ્તુ
Pinki on Oct 21st 2007 05:02 am
માણસ નામે વસ્તુ મનમાં વસતું
કેમેય કરીને લાવી એ વસાવ તું
છે આમ મોંઘી સસ્તી ના આંક તું
કાચો ન પડ ભાવ તો હવે કર તું
મળે જો વ્યાજબી તો જ લાવ તું
હવે એ મરજીથી તારી વાપર તું
થાકે જો વાપરીને તો એને માંજ તું
જાયે જો ઘસાઈ તો પછી એ ફેંક તું
ના તૂટ્યું! અરે! જોરર્થી ફરી ફેંક તું
તૂટ્યું, જો તૂટ્યું, હવે શું ના છોડ તું ?
૨૦.૧૦.૨૦૦૭, શનિવાર, અમદાવાદ.
Filed in પદ્ય | Comments (11)
કવિતા ઓછી અને ઊખાણું ઝાઝુ જેવી રચના.
હા, આમ પણ માણસ નામે વસ્તુ ઊખાણા જેવી જ છે ને !!
સરસ રચના…કાવ્ય માઁ કોઇ ગહન અર્થ છુપાયેલ હોય એવુ લાગે છે
પ્રિય પિંકી…
રમેશભાઈની વાતમાં થોડું વજૂદ છે… આ રચના આત્મચિંતન માંગી લે એવી છે…
સમાજના દંભીપણા સ્વાર્થીપણાથી જ્યારે પણ થાકતી ત્યારે
બોલતી કે શું વસ્તુ છે માણસ …..?!
જરુર હોય ત્યારે વાપરી અને પછી ફેંકી દીધી ……….
કદાચ મારી નાની શી જીંદગીનું તેના વિશે આ ચિંતન હોઈ શકે … ?!!
સરસ રચના…
સાચું કહું તો રચના મને બહુ જ ગમી…અને આ પ્રતિભાવ ‘સમાજના દંભીપણા સ્વાર્થીપણાથી જ્યારે પણ થાકતી ત્યારે બોલતી કે શું વસ્તુ છે માણસ …..?!જરુર હોય ત્યારે વાપરી અને પછી ફેંકી દીધી’ ના અસંખ્ય દાખલાઓ આપણા જીવનમાં જોવા મળશે.. પુરૂષપ્રધાન દેશમાં સ્ત્રી સ્વરૂપવાન ન હોય તો મોટે ભાગે એ ફેંકાઈ જ ગઈ હોય, દીકરાઓને મોટા કરીને વૃદ્ધાવસ્થાને આરે પહોંચેલા મા-બાપ ક્દાચ કોઈ ઘરડાંઘરમાં ફેંકાઈ ગયાં હોય, કે પછી યુવાનિયાઓ ની ‘ટેકનીકલ હોશિયારી’ નો ઊપયોગ કરવા માટે વૃદ્ધોનો ભોગ લેવાતો હોય કે પછી પ્રેમની માયાજાળમાં ફસાવી ફેંકી દેવામાં આવતી સુંદરી — માણસના દંભી સ્વાર્થીપણાનો નિર્દેશ કરે છે.
“માણસ નામે વસ્તુ મનમાં વસતું કેમેય કરીને લાવી એ વસાવ તું’ નો અર્થ બરાબર સમજાતો નથી. મનમાં વસી જાય પછી શું?
http://www.searchgujarati.com
શોધો ગુજરાતી સાહિત્ય વિવિધ ગુજરાતી blogs અને websites પર
તમારો ગુજરાતી બ્લોગ કે વેબસાઈટ SearchGujarati ને મોકલવા ઈમેલ કરો: submit @ searchgujarati.com
આખી રચના અન્ય વ્યક્તિ કે વાચકને સંબોધીને
કટાક્ષમાં લખાઈ છે.
માણસ નામે વસ્તુ, -મનમાં વસતું
માણસને વસ્તુ જ માની છે તો મેં ક્રિયાપદને પણ
વસ્તુના સંદર્ભમાં વાપરી ‘વસતું’ લખ્યું છે.
માણસ નામની વસ્તુ ગમી જાય છે,
તો દિલમાં પણ વસાવવાનું મન થઈ જાય
એક વસ્તુને ઘરમાં વસાવીએ એમ……..!!
લખતાં રહો..!
સરસ રચના……એક નવી જ રચનાત્મક દિશા સુજાડી ગઈ.