सोड़हम् !

Pinki on Oct 27th 2007 12:46 pm

ફરી આજે,

ઢસડી મેં મારી જાતને,

મારી જ અદાલતના પિંજરામાં -

જરા વધુ કરડાકીથી પૂછ્યું,

“બોલ, શું ગુનો છે તારો, કબૂલ છે?”

પગના અંગૂઠાથી જમીન ખોતરતી  હું એમ જ ઊભી રહી.

થોડી વારે, નીચી નજરે, દબાયેલા સૂરે બોલી,

“મને કંઈ નથી ખબર,

હું તો બસ-

“कर्मण्येवाधिकारस्तु मा फलेषु कदाचन् ”

અદાલતમાં સન્નાટો !!

અચાનક જ બ્રહ્મનાદ ગૂંજી ઉઠ્યો,

“सोड़हम् ! सोड़हम् ! सोड़हम् !”

૨૩.૧૦.૨૦૦૭,   મંગળવાર,  અમદાવાદ.

Filed in અછાંદસ | Comments (12)

12 Responses to “सोड़हम् !”

  1. Chirag Patelon 27 Oct 2007 at 1:02 pm

    ૐ તત સત ૐ

    હા, ત્યાંથી જ શરુઆત થાય છે ‘સોઃહમ”ની શરુઆત! ગમ્યું.

  2. neetakotechaon 27 Oct 2007 at 1:08 pm

    વાહ ખુબ સરસ

  3. chetuon 27 Oct 2007 at 2:04 pm

    બહુ જ સરસ ..

  4. Shah Pravinchandra Kasturchandon 27 Oct 2007 at 3:37 pm

    કથન સંસ્કૃતજ નહીં,સુસંસ્કૃત .
    લો,ગ્રહણ કરીલો આ આપનું
    શબ્દોનું પારિતોષિક પુરસ્કૃત.

    બહુ સારું લાગ્યું.

  5. ramesh shahon 27 Oct 2007 at 10:16 pm

    હવે પાંપણોમાં અદાલત ભરાશે મેં સપનો નિરખવાના ગુના કર્યા છે આવી જ કંઈ વાત? જરા જુદી રીતે પણ સુંદર.

  6. વિવેકon 27 Oct 2007 at 10:45 pm

    સરસ રચના…

  7. narajon 27 Oct 2007 at 11:14 pm

    સુંદર ……………..

  8. Bhavin Gohilon 31 Oct 2007 at 5:23 am

    ખૂબ સુંદર પિંકીબેન….

  9. સુનીલ શાહon 31 Oct 2007 at 9:33 pm

    સરસ રચના.

  10. digisha sheth parekhon 01 Nov 2007 at 2:08 am

    બહુ સરસ ને ગરકાવ થઈ જવાય એવુ લખો છો..મન ડુબી જાય

  11. mehul surtion 04 Nov 2007 at 3:39 pm

    कर्मण्येवाधिकारस्तु मा फलेषु कदाचन् ”

    અદાલતમાં સન્નાટો !!

    અચાનક જ બ્રહ્મનાદ ગૂંજી ઉઠ્યો,

    “सोड़हम् ! सोड़हम् ! सोड़हम् !”

    ખુબ સુન્દર !

  12. Vinay Budhbhattion 22 Mar 2008 at 6:13 am

    વાહ પિન્કીબેન ખુબજ ગમ્યુ. પરન્તુ નિચેની લાઈન ના શબ્દો ની ગોઠવણ પર ફરી વિચાર કરશો તો વધારે સરસ લાગશે…..

    “બોલ, શું ગુનો છે તારો, કબૂલ છે?”

    વિનય સોની…(બુધ્ધભટ્ટી)
    ભુજ

Trackback URI | Comments RSS

Leave a Reply