Archive for November, 2007

વિસામો

Pinki on Nov 15th 2007 02:12 pm

મિત્રો ,

અવિરત ચાલતી રોજબરોજની ભાગદોડમાં થાકેલા

તન મનને પણ પોરો ખાવા તો જોઈએને !!

આંખોને પણ ક્યારેક અવનવું જોવાનું મન તો થતું હશે

અને કાન પણ આ વાહનોના શોરબકોરમાં ક્યાંક ખૂણેખાંચરે

પંખીઓના ટહુકા સાંભળવા તરસતાં હશે …….

તો થોડા દિવસ આ આંખ,કાન,મનને પણ વિસામો આપું…….?!!

 ૧૬.૧૧.૨૦૦૭ – ૭.૧૨.૨૦૦૭

Filed in વિશેષ | Comments (12)

શુભ દિપાવલી

Pinki on Nov 8th 2007 11:50 am

diya.jpg
 

 ~:  શુ દિપાલી :~ 

જીવનમાં વર્ષો ઉમેરાતાં જાય છે,
નૂતન’ વર્ષે ,
જીવન ઉમેરીએ તો
કેવું ?!!
-ગુણવંતભાઈ શાહ

 નવલા વર્ષનું પરોઢ, આપ
સૌના સોનેરી સોણલાં સાકાર કરે……!!

 હેતલ પાઠક : પીન્કી પાઠક : ઑમ પાઠક

 

 

Filed in વિશેષ | Comments (4)

સૂર્યોદય

Pinki on Nov 2nd 2007 08:14 am

સૂર્યોદય

 

મધ્યાહ્ને સૂર્યનો વિરહાગ્નિ

થયો વધુ પ્રજ્જવલિત

અને પામવાને ધરા

ગયો ક્ષિતિજની ય પેલે પાર

પણ પામ્યો અસ્ત !!

વીતાવી હવે કેમ આ રાત ?

આવી પૂગ્યો વળી પડછાયો એનો ચંદ્ર બની

તારલા ગણી વીતાવી માંડ રાત

ઊગી ત્યાં એક નવી આશ-

થયો સૂર્યોદય !!

૨૨.૧૦.૨૦૦૭,  સોમવાર,  અમદાવાદ.

 

 

Filed in અછાંદસ | Comments (16)

Powered By Indic IME