સૂર્યોદય
Pinki on Nov 2nd 2007 08:14 am
![]()
મધ્યાહ્ને સૂર્યનો વિરહાગ્નિ
થયો વધુ પ્રજ્જવલિત
અને પામવાને ધરા
ગયો ક્ષિતિજની ય પેલે પાર
પણ પામ્યો અસ્ત !!
વીતાવી હવે કેમ આ રાત ?
આવી પૂગ્યો વળી પડછાયો એનો ચંદ્ર બની
તારલા ગણી વીતાવી માંડ રાત
ઊગી ત્યાં એક નવી આશ-
થયો સૂર્યોદય !!
૨૨.૧૦.૨૦૦૭, સોમવાર, અમદાવાદ.
Filed in અછાંદસ | Comments (15)
તેથી શું? હો ઉદય,હો અસ્ત .
ઊગવું નિત્ય એ સૂર્ય-શિસ્ત!
ારે વાહ્..!!સરસ રેીતે લખ્યુ છે…પેીન્કેી બહેન ! મનોઃપ્રદેશ માઁ કેવા કેવા વિચારો આવતા હોય છે..!!
સરસ !
સરસ લખ્યુ છે પણ આ ચાંદા-સૂરજ ની વાત હવે બહુ જૂની નથી લાગતી?
ખુબ જ સરસ્.
ચાંદા સુરજ ની વાત કેટલી પણ જુની હોય પણ એમની સાથે આપણે સંબધ તોડી શકશુ.
પામવાને ધરા
ગયો ક્ષિતિજની ય પેલે પાર ,
પણ પામ્યો અસ્ત !!
ખુબ સરસ
કાવ્ય બહુ જ મજાનું, લગે રહો પીંકી બેન
શક્ય હોય તો તમારું ઈ-મેઇલ આય.ડી જણાવશો,ગોપાલ
મધ્યાહ્ને થી સૂર્યોદય સુધી ના સમય ની બહુ જ સરસ રચના લખી છે.
તારલા ગણી વીતાવી માંડ રાત
ઊગી ત્યાં એક નવી આશ-
થયો સૂર્યોદય !!
ખુબ સરસ
કેતન
વાંચતા જ ઝટ ગળે ઉતરે ને ગમી જાય તેવી રચના. અભીનંદન
સરસ………
nice.congrats pinkibahen.lage raho..lage raho..all the best
એ સનાતન ધર્મ નિભાવી જાય છે..
દુઃખ પછી સુખ ને એજ ચક્ડોળ……
સુર્યોદય - સાંજ - સુર્યાસ્ત,
ને પાછી…મનોહર સવાર થાય છે.
જય ગુર્જરી,
ચેતન ચંદુલાલ ફ્રેમવાલા
વાંચવામાં મોડો પડ્યો… પણ ખૂબ સરસ… સરળ પણ ગમી જાય એવી રચના..
એક્દમ સરળ રચના. અને સુર્યના વીરહાગ્નીને બરોબર ગળે ઉતરી જાય એવી રીતે શબ્દોથી સજાવ્યો.
મધ્યાહ્ને સૂર્યનો વિરહાગ્નિ…સરસ લખ્યું છે પીન્કીબેન