મિત્રો ,
વિરામ થોડોક લાં…બો થઈ ગયો પણ માંદગીની નિયમિતતાને કારણે બ્લૉગ પર પૉસ્ટ મૂકવામાં હું અનિયમિત થઈ ગઈ. આ માંદગીનો જોકે મેં થોડોક લાભ લઈ લીધો અને કશુંક નવું કરવા પ્રેરાઈ.
મારી લેખનયાત્રા ઘણી જ ટૂંકી છે, અને શરૂઆતમાં લાગતું કે, બ્લૉગીંગ માટે કદાચ ઉતાવળ કરી . જાહેરક્ષેત્રમાં આવવાને હજુ ઘણી જ વાર છે.
અકસ્માતે જ, ૧૫.૬.૨૦૦૭ના રોજ એક કવિતા જેવું કશુંક લખાયું, અને પછી થોડુંક અનાયાસે લખતાં રહી. સુરેશદાદા અને ઊર્મિના સહયોગથી પોતાનો બ્લૉગ પણ બનાવી દીધો. લેખનપ્રવૃત્તિ અને કોમ્પ્યુટરના ટેકનિકલ જ્ઞાન બન્નેમાં નવી તેથી તકલીફ પડતી પણ આપ સૌની સહાયથી નિવારી શકાતી અને ખાસ તો આપ સૌના સલાહસૂચનોને કારણે આજે આપ સૌ પાસે એક છાંદસ રચના પણ રજૂ કરું છું.
આ માટે વિવેકભાઈ, પંચમભાઈ, જુ.કાકા અને સુનીલભાઈનો ખૂબ ખૂબ આભાર.કારણ તેઓ એ જ મને આ બાબત માટે જાગૃત કરી, અને આજે મને લાગે છે કે જો બ્લૉગ ના હોત તો હું કદાચ છંદમાં લખતાં શીખી જ ના હોત. આજે પણ મારી પાસે છંદનું કોઈ પુસ્તક નથી . માત્ર અને માત્ર આપ સૌનાં પ્રતિભાવો અને ચર્ચા પરથી એક પ્રયત્ન માત્ર કરી જોયો છે અને યોગાનુયોગ જ્યારે પણ શંકા ઉદ્.ભવતી ત્યારે શ્રી રઈશભાઈ મનિઆરનું પ્રતિભાવમાં માર્ગદર્શન મળી જતું.
તો આપનો ખૂબ ખૂબ આભાર, આમ જ આપ સૌ માર્ગદર્શન અને સહકાર આપતા રહેશો.
વંદન સહ,
આપની જ પીન્કી .