કોરાધાકોર સપના
Pinki on Jan 5th 2008 11:08 am
એકલતાની ભીડે ટોળું શોધે,
તારી યાદોના બસ પડઘા જ મળે.
ઝીલી આખો દરિયો આંખો વરસે,
કોરાધાકોર વળી સપના તરસે.
છું કેક્ટસ ન વસંત ન પાનખર નડે,
વરસે જો ઝાકળના બિંદુ જ અડે.
ચાહું બસ કે મંઝિલ હમસફર બને,
સફર કદી તો થોડી આસાન બને.
ન કલમ કે શાહી ન શબ્દો કે છંદો,
ગઝલ લખે દિલ આંસુ કાગળ સારે.
૫.૧૧.૨૦૦૭, સોમવાર, અમદાવાદ.
Filed in ગઝલ | Comments (19)
પીંકીબેન, ઘણાં સમયે પાછા ફર્યાં અને એ પણ ધમાકેદાર એન્ટ્રી. ખુબ સરસ.
પ્રિય પિંન્કી, સરસ રચના….
પણ… મને છંદનું બંધારણ બરાબર સમજાયું નહીં… કયો છંદ છે? અને તારી રચનાનો મત્લા, રદીફ, કાફિયા જોઈને એક સલાહ-સૂચન આપવાની ગુસ્તાખી કરી લઉં કે રઈશભાઈની “ગઝલઃ રૂપ અને રંગ” પુસ્તકનો બરાબર અભ્યાસ કરશે તો તને ખૂબ જ ફાયદો થશે. આપણા જેવા છંદનો અભ્યાસ કરવાની ઇચ્છા રાખતા નવોદિતોએ તો એ પુસ્તક ખાસ વસાવવા જેવું છે. અમદાવાદમાં તો તને એ ગમે ત્યાંથી સરળતાથી મળી રહેશે. મને તો એ પુસ્તક ખૂબ જ કામ આવે છે… કાયમ મારા કોમ્પ્યુટર-ટેબલ પર મારી સામે જ પડ્યું રહે છે… અને જ્યારે સમય મળે ત્યારે ફરી ફરીને એનો અભ્યાસ કર્યા કરું છું.
સરસ રચના… છંદમાં હજી મને ઊંડી સમજણ નથી પણ બધાં જ શેર ગમ્યા..
ઊર્મિબેને સાચી વાત કરી છે. આ રચના છંદમાં નથી જણાતી. પિંકીબેન કશીક ગેરસમજ–કશીક મુંઝવણ/ગુંચવણમાં હો તો વીના સંકોચે કોઈપણ જાણકારને પુછી લેશો. જરાયે નીરાશ ન થતાં…પ્રયત્ન સરસ છે, માત્ર યોગ્ય ગોઠવણીની જરુર છે. બંધારણ–છંદ સમજવા મને સૌથી સરળ લાગેલું રઈશભાઈનું પુસ્તક ‘ગઝલનું છંદોવિધાન’ વાંચવા ભલામણ છે. પ્રયત્ન ચાલુ રાખજો.
ચોક્કસ સુનીલભાઈ, કશીક ગેરસમજ મારી હોય તો
જણાવશો અને છંદવિધાન આ મુજબનું હતું.
ગાગાગાગા/ગાગાગાગા/ગાગા
‘કેક્ટ્સ’ શબ્દમાં લઘુ ગુરુ યોગ્ય છે કે નહિં તે સમજાવશો.
કે સાથે અડધો ક બોલીએ અને સ સાથે ટ તે મુજબ ગુરુ માત્રા ગણી છે.
આપણે આને ‘નૅટસભા’ નામ આપીશું જેમ બુધસભા છે શનિસભા છે એમ જ…….!!
પ્રિય ઊર્મિ ,
રઈશભાઈના બન્ને પુસ્તક અમદાવાદમાં ઉપલબ્ધ નથી .
પણ હજુ પ્રયત્ન ચાલુ છે ચોક્કસ લાવીને શીખવાનો પ્રયત્ન કરીશ.
પ્રિય પિંકી,
છંદવિધાન ગાગાગાગા ગાગાગાગા ગાગા થી તો હું પરિચિત નથી… પરંતુ શબ્દોની પસંદગી પ્રમાણે તારી રચના આ છંદમાં બિલકુલ નથી. પણ સુનીલભાઈએ કહ્યું એમ, બિલકુલ ફિકર નોટ… if i can learn, so can u !
માત્ર ગુરુમાત્રાના છંદોના નીચેના બે ઉદાહરણો મને મળ્યા છે, જેના બંધારણ અને શબ્દોની પસંદગી પર ધ્યાન આપવા ખાસ ભલામણ… અને જેમ જેમ એને લયમાં ગાવાની કોશિશ કરી જોઇશ તેમ તેમ તને આપોઆપ જ ધીમે ધીમે સમજ આવવા માંડશે.
એક ઉદાહરણઃ ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા છંદનું ઉદાહરણ લયસ્તરો પર જોવા મળશે… http://layastaro.com/?p=881
બીજું ઉદાહરણ છેઃ ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગા નું ઉ.દા. સ.સ. પર…
http://sarjansahiyaaru.wordpress.com/2007/09/02/sankaleet_sarjan_sahiyaaru-2/
તારા પ્રયત્નો માટે મારી હાર્દિક શુભેચ્છાઓ…
ત્રીજું ઉદાહરણ: ગાગાગાગા ગાગાગાગા છંદમાં
http://layastaro.com/?p=961
ઝીલી આખો દરિયો આંખો વરસે,
કોરાધાકોર વળી સપના તરસે.
ન કલમ કે શાહી ન શબ્દો કે છંદો,
ગઝલ લખે દિલ આંસુ કાગળ સારે.
ગુજરાતી વ્યાકરણ મા મને બહ સમજણ ન પડે,
પણ તમારી આ રચના બહુ જ ગમી.
કેતન
ખુબ જ સરસ રચના છે…જોકે હું વ્યાકરણ થી એટલી પરિચિત નથી… પણ આ રચના અને ભાવ મને બહુ ગમ્યા..
સુંદર રચના… નાનકડા છંદ-દોષોને બાદ કરતાં એકંદરે સફળ પ્રયત્ન. રઈશભાઈના બંને પુસ્તકો લાવી આપવાની જવાબદારી મારી… ત્રણ દિવસ પછી ત્રણ દિવસ માટે અમદાવાદ આવું છું ત્યારે લેતો આવીશ, જો ચા પીવડાવવાની હા પાડો તો!!!
પણ જો રઈશભાઈના હસ્તાક્ષર સાથે લાવો તો જમવાનું પાકું
અને નહિ તો અમદાવાદી ચા પણ નહિં મળે ….?!!
અરે તમે ચા-પાણી ને જમણ કરો છો ને મને તો કોઈ પૂછતું યે નથી…? આ સારું નઈં કહેવાય હોં પિન્કી…!
તું ભારત આવ તો ખરી , પછી મારા ઘરે જ રહેવાનું છે તો, જમાડીશ તો ખરી જ ને………. !!
યાર દેશ પરદેશથી બધા ભેગા થાઓ તો અમને ન ભુલતાં..હું સુરતની ઘારી લઈને આવીશ..ને શીયાળો હશે તો તો પોંક–પોંકવડાનું પણ ગોઠવાઈ જશે..બરાબર ને વિવેકભાઈ..? હમણાં તો ઉંધીયું પણ જોરમાં ચાલે છે..!
ઘારી નહિં લાવો તો પણ ચાલશે પણ પૉંક ખાવા મારે સુરત આવવું પડશે આ તો …..
saras……..
સરસ.. અમદાવાદમાઁ મળિએ…
ચોક્કસ લતાબેન, ખૂબ જ આનંદ થશે ……
આપ મારો સંપર્ક shabdashah@yahoo.com પર કરી શકો છો.