તુજ યાદ વહી જશે…..
Pinki on Feb 13th 2008 11:41 pm
ના ખોલું નૈન મારા,
તુજ યાદ વહી જશે…..
મૌનમાં કેદ તું પ્રિયે,
ના ખોલું હોઠ મારા,
તુજ યાદ વહી જશે…..
મુટ્ઠીમાં બંધ તુજ સ્પર્શ,
ના સોંપું હાથ મારા,
તુજ યાદ વહી જશે…..
દસ્તક ના દે તું દિલને,
ના આપું દિલ તારું,
તુજ યાદ વહી જશે…..
૧૯.૯.૨૦૦૭, બુધવાર, અમદાવાદ.
પ્રિયતમના વિરહમાં પ્રિયતમા તેની
યાદોમાં એટલી આસક્ત છે કે પ્રિયતમ
સામે આવીને ઊભો છે પણ વિચારે છે કે
એ તો આવીને જતો રહેશે પણ આ યાદોના
સહારે તો હું જીવું છું જો એ પણ વહી ગઈ તો……
અને આથી જ પોતાનો હાથ પણ સોંપવા
તૈયાર નથી એના સ્પર્શની અનુભૂતિ વહી ગઈ તો……?!!
Filed in ગીત | Comments (22)
મુટ્ઠીમાં બંધ તુજ સ્પર્શ,
ના સોંપું હાથ મારા,
તુજ યાદ વહી જશે…..
ખુબ સરસ… !
ઘણા લાંબા વખત પછી?
‘जो बात तुझमें है, तेरी तसवीरमें नहीं ।’ - આનાથી વીરુધ્ધ વાત કહી.
પણ 65ની નજીક જતાં અભીગમ બદલાતો હોય છે! આ ઉમ્મરે માત્ર સ્મ્રુતીઓ જ બાકી રહી જતી હોય છે. વાર્ધક્યની આ વ્યથા યુવાનીમાં શીદ વહોરો છો?!
જોકે, મારી ઉમ્મરના લોકોની વ્યથાઓ માટેય બહુ અણમોલ રત્નો હોય છે - નીવડેલાં, વાપરેલાં, અનુભવેલાં રત્નો…
અને કદાચ એ રત્નો બાળકથી માંડીને મરણપથારીએ પડેલાં સૌને કામ લાગે તેવાં હોય છે.
ખુબ સરસ રચના… સુંદર ભાવ..
ખૂબ ભાવવાહિ.. યાદો જ તો સહારો.. એ પણ જતી રહે તો? સુંદર અભિવ્યક્તિ..
ahaa haa…superb vichaar che yaar…bahuj gamyu..tuj yaad vahi jase…bahu mast…
સરળ અને સહજ ભાવાભિવ્યક્તિ… લયબદ્ધ કરી શકાયું હોત તો વધુ અસરદાર બની શકત…
વાહ, પીંકી ખૂબ જ સરસ વાત કહી.
ખૂબ જ થોડા શબ્દોમાં
પિન્કી!
સરસ અભિવ્યક્તિ હો!
-અભિનંદન
ના ખોલું નૈન મારા,
તુજ યાદ વહી જશે…..
સરસ કાવ્ય.
સુંદર રચના ………..
મુટ્ઠીમાં બંધ તુજ સ્પર્શ,
ના સોંપું હાથ મારા,
તુજ યાદ વહી જશે…..
પિંકીબેન…રજુઆત ગમી ગઈ.
You had written on my blog
“Pinki Says:
February 27th, 2008 at 4:51 am
vaah….. khub j saras …….!!
tame tamara blogma nava options
muki sako ??
really sooo proud u r the first guj. blogger !!”
Yes, I can put new options on my blog. What did you have in mind? Email me.
ખુબ જ સુંદર,પિંકી.
ખુબજ સરસ
આટલું સન્દર કાવ્ય માણવાનું કેમ ચુકી ગયો ખબર નથી. પણ છેવટે માણ્યું અને મઝાનું લાગ્યું.
This is my first visit to your blog,
i have seen your comments on other blog,
and i decided to found you out..and surprisingly u have your own blog,
i went through your creations, good work.
i love to express myself in gujarati but i dont know gujrati typing, i hope my english comments will do.
Let me try some thing on your lines…
પાનખર ના સથવારે,
આન્ખ મિન્ચવા દે,
તુજ યાદ રહિ જસે.
બસ આજ મૌન રેવા દે,
બે હોઠ્ વચાડે,
તુજ યાદ રહિ જસે.
તારો સ્પ્ર્ર્શ આ ટેરવે,
મુઠ્ઠિ મા બન્દ્,
તુજ યાદ રહિ જસે.
કોણ સમજાવે દિલ ને,
લાખ ભુલાવુ,
તુજ યાદ રહિ જસે.
“ના રચવું કો’ શબ્દવિશ્વ,નીતર્યું હૃદય જ શબ્દશ:”…
શબ્દાતીત !!
હાર્દિક શુભેચ્છાઓ
Spellbound feelings. This is called real love in true sense. These words can not be expressed unless it is felt.
Vikas{V}
યાદનાં પરપોટા ફૂટ્યાં, જળ તમે કઇ છે ખબર?
આંખો માંહેં આંસુ ખૂટ્યા,જળ તમે કઇ છે ખબર?
સુંદર ગીત..
જય ગુર્જરી.
ચેતન ફ્રેમવાલા
મુટ્ઠીમાં બંધ તુજ સ્પર્શ,
ના સોંપું હાથ મારા,
તુજ યાદ વહી જશે
ખુબ સરસ ,ખુબ ગમ્યુ…
મુટ્ઠીમાં બંધ તુજ સ્પર્શ,
ના સોંપું હાથ મારા,
તુજ યાદ વહી જશે
સુંદર અભિવ્યક્તી
ટેરવાંની સુવાળપ હજી અકબંધ છે
ક્યારેક મેં તને રેશમી સ્પર્શ કર્યો હતો