મૃગજળ

Pinki on Mar 30th 2008 09:52 pm

સૂર્યોદયની આશમાં ઊગતો રહ્યો,
સૂર્યમુખી જયમ પછી ઝૂકતો રહ્યો.

સંબંધોના મૃગજળમાં ડૂબતો રહ્યો,
કિનારે એમ કળણમાં ખૂંપતો રહ્યો.

ચાંદનીના તાપમાં તપતો રહ્યો,
પડછાયાને છાંયાનું પૂછતો રહ્યો.

રણમાં કો’ ઝાડવાંને શોધતો રહ્યો,
મંઝિલને વિસામાનું કહેતો રહ્યો.

શબ્દોના ઝાકળમાં વહેતો રહ્યો
કાળના એ પ્રવાહને સહેતો રહ્યો.

૨૪.૯.૨૦૦૭, સોમવાર, અમદાવાદ.

Filed in ગઝલ | Comments (20)

20 Responses to “મૃગજળ”

  1. Chirag Patelon 30 Mar 2008 at 10:41 pm

    આ પન્ક્તીઓ ખુબ ગમીઃ

    શબ્દોના ઝાકળમાં વહેતો રહ્યો
    કાળના એ પ્રવાહને સહેતો રહ્યો.

    સૂર્યોદયની આશમાં ઊગતો રહ્યો,
    સૂર્યમુખી જયમ પછી ઝૂકતો રહ્યો.

  2. chetuon 31 Mar 2008 at 1:02 am

    સંબંધોના મૃગજળમાં ડૂબતો રહ્યો,… ખુબ સરસ

  3. સુનીલ શાહon 31 Mar 2008 at 10:01 am

    સંબંધોના મૃગજળમાં ડૂબતો રહ્યો,
    કિનારે એમ કળણમાં ખૂંપતો રહ્યો.

    રણમાં કો’ ઝાડવાંને શોધતો રહ્યો,
    મંઝિલને વિસામાનું કહેતો રહ્યો.

    સુંદર..પિંકી બેન.

  4. વિવેક ટેલરon 31 Mar 2008 at 10:48 am

    અહીં પહેલો શેર અને એ રીતે ઘણી બધી પંક્તિઓ અનાયાસ છંદમાં ગોઠવાઈ ગઈ છે. માત્ર થોડી વધુ મહેનત કરી શકાય તો આ આખી ગઝલ છંદોબદ્ધ થઈ શકે…

  5. Ketan Shahon 31 Mar 2008 at 3:19 pm

    સંબંધોના મૃગજળમાં ડૂબતો રહ્યો,
    કિનારે એમ કળણમાં ખૂંપતો રહ્યો.

    બહુ જ સરસ રચના લખી છે.

  6. Urmion 31 Mar 2008 at 5:44 pm

    It’s definitely very close to being in meter…

    Keep it up Pinky!

  7. Vikason 31 Mar 2008 at 6:32 pm

    Well described and related to me as well………

    My feelings and ur words…..I feel like you gave words to my feelings…

    vIkAs{V}

  8. Nirajon 31 Mar 2008 at 7:48 pm

    સુંદર મત્લા ગઝલ.. ખૂબ સ-રસ.. એક-બે નહીં બધા શેર ગમ્યા..

  9. pragnajuon 01 Apr 2008 at 1:36 am

    સરસ ગઝલ
    આ શેર વધુ ગમ્યો
    ચાંદનીના તાપમાં તપતો રહ્યો,
    પડછાયાને છાંયાનું પૂછતો રહ્યો.

  10. જયon 01 Apr 2008 at 10:14 am

    ‘સંબંધોના મૃગજળ’ — સુંદર શબ્દ પ્રયોગ..

    હિમાંશુ પ્રેમની કવિતા ‘લાગણીની લહાણ કરી લઈએ’ યાદ આવી ગઈ.

    મારી ગમતી કાવ્ય પંક્તિઓ:

    મારગ પર ન કરીએ આંખો બંધ સજનવા
    લેતા જઈએ અદ્ભુતનો આનંદ સજનવા
    મૃગજળ સરખા ફલક ઉપર કાગળનાં નિજ વહાણ
    કઠપૂતળી શા ઝૂલીએ પર્દે કરી ખુશીની લહાણ…

    સંબંધો મુગજળ જેવાં ભલે લાગતાં હોય, આપણે આપણી સાચી લાગણીની લ્હાણ કરતાં જ રહીએ.આનંદની અનુભૂતિ કરતાં જ રહીએ..

    દિવ્ય-ભાસ્કરમાં સુરેશ દલાલ લખે છે, ‘ભલેને મૃગજળ હોય, પણ આપણે આપણું કાગળનું વહાણ લઈને નીકળી પડવું. કાગળ પર છપાયેલી છબીઓ કે કાગળ પર લખાયેલી કવિતા એ ખુશીની લહાણી જ છે. કયાંક કશું તૂટતું હોય, ખૂટતું હોય તો છંદ અને લયતાલ આપણી પાસે કયાં નથી? જે કંઈ થાય કે ન થાય એ ઋણાનુબંધ છે. આપણી અંગત ઈરછાઓ અને ઈશ્વરની ઈરછાનો મેળ એ બન્ને મળે તો એના જેવી અદ્ભુત ઘટના કઈ હોઈ શકે?’

  11. dipti patel 'shama'on 01 Apr 2008 at 6:46 pm

    ખુબ સરસ પિંકી…..

  12. narajon 03 Apr 2008 at 12:07 pm

    સરસ ………….

  13. bhaveshon 04 Apr 2008 at 6:14 pm

    બહુ સરસ ના કહિ શકાય.

    I dont know, લોકો શા માટે આટલા વખાણ કરતા હશે ?

    Improve yourself, લોકો ની વાતો મા ન આવી જાતા.

  14. Pinkion 06 Apr 2008 at 8:22 am

    ભાવેશ,

    દરેક વાચકની પસંદગી-
    રચનાની ગુણવત્તા
    પરિસ્થિતિ અને વિચારોની સામ્યતા
    અથવા તો રચનામાં રહેલા ભાવો અને તેમના હૃદયમાં
    રહેલ ભાવોના સુમેળ પર આધારિત હોય છે.

    આથી દરેક વાચક પોતાને કે પરિસ્થિતિને,
    કે સારો વાચક સાર્વત્રિકતાને અનુલક્ષીને પ્રતિભાવ આપે

    આપ જેવા વાચક જ
    અમને કસોટીની એરણે ચઢાવી વધુ દીપાવશે….!!

  15. bhaveshon 07 Apr 2008 at 11:37 am

    પિન્કી,
    આપ નો positive attitude આપ ને પ્રગતિ ના પંથે ખુબ આગડ લઈ જાય એવી પ્રાર્થના.

    ગણી વખત આખી કવિતા ઍક વખત માં સ્ફુરે, મોટા ભાગે એક્- બે સારી લાઈનો પછી મહેનત માંગી લે.

  16. nilamon 08 Apr 2008 at 7:18 pm

    pinki, dont know abt chand…but feelings behind it..i like.
    keep it up.

  17. jayesh upadhyayaon 11 Apr 2008 at 6:32 pm

    સરસ ગઝલ
    આપણેજ તરસ આપણી ને આપણેજ મૃગજળ
    દોડે છે સતત ઇચ્છાનાં હરણ અહીં થી ત્યાં સુધી

  18. nilamdoshion 06 Jun 2008 at 5:31 pm

    સંબંધોના મૃગજળમાં ડૂબતો રહ્યો,
    કિનારે એમ કળણમાં ખૂંપતો રહ્યો.
    ખૂબ સરસ…

  19. C M MISTRYon 27 Jan 2009 at 6:27 am

    Revisiting your Site……
    A very nice Rachana ! Congrats !
    On 25th Jan was the day I had 100th Post on HOME of my Site..hope to see you ….
    http://www.chandrapukar.wordpress.com

  20. sapanaon 23 May 2009 at 9:48 am

    સરસ પીંકી,
    બધી પંક્તિઓ સરસ છે.
    સપના

Trackback URI | Comments RSS

Leave a Reply

Powered By Indic IME