“ગઝલપૂર્વક” દ્વિતીય આવૃત્તિ

Pinki on May 14th 2008 12:50 pm

સાહિત્ય પ્રેમીઓ,

આપણા સૌના હૃદયમાં જેની ગઝલપૂર્વકની અસ્ખલિત વાક્.ધારા શબ્દશઃ અંકિત થઈ જાય છે તેવા આપણા
લાડકા અંકિત ત્રિવેદીના પુસ્તક ‘ગઝલપૂર્વક’ની
દ્વિતીય આવૃત્તિનું વિમોચન શ્રી આદિલ મન્સૂરીના હસ્તે
૧૭ મે,શનિવાર, રાત્રે ૮ વાગે-
ભાઇદાસ સભાગૃહ, વિલે પાર્લે, મુંબઈ રાખેલ છે.

પ્રકાશન નિમિત્તે એક મુશાયરાનું પણ આયોજન
કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતી ગઝલની પાંચ પેઢી
જલન માતરી, આદિલ મન્સૂરી, ખલીલ ધનતેજવી,
સુરેન ઠાકર ‘મેહુલ’, હર્ષ બ્રહ્મભટ્ટ, રાજેશ વ્યાસ’મિસ્કીન’,
ઉદયન ઠક્કર, હેમેન શાહ, મુકુલ ચોકસી, રઇશ મનીઆર,
મુકેશ જોષી, હિતેન આનંદપરા, સૌમ્ય જોશી એક સાથે
એક જ મંચ પર પોતાની રચનાઓ રજૂ કરશે.

પ્રાસંગિક પ્રવચન શ્રી સુરેશ દલાલ તથા
મુશાયરાનું સંચાલન શ્રી સુરેન ઠાકર’મેહુલ’ કરશે.

મીનળ પટેલ અને ઉત્કર્ષ મજમુદારના તરન્નુમ
કાર્યક્રમનું સંચાલન અંકિત ત્રિવેદી કરશે.

અંકિતભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..
 

Filed in વિશેષ | Comments (10)

10 Responses to ““ગઝલપૂર્વક” દ્વિતીય આવૃત્તિ”

  1. Dhwani Joshion 14 May 2008 at 7:48 pm

    અંકિતજી ને હાર્દિક શુભેચ્છાઓ..એક સાથે આટલા બધા મહાનુભાવો ને એક જ મંચ પર સાંભળવા પણ એક લાહવો છે..

  2. Harsukh Thankion 14 May 2008 at 7:53 pm

    અંકિતભાઈને અમદાવાદમાં ક્યારેક મળવાનું થઈ જાય છે. તેઓ સારા કવિ તો છે જ, મંચ સંચાલન ખૂબ સુંદર કરે છે. ગઝલસંગ્રહના લોકાર્પણ પ્રસંગે તેમને અભિનંદન

  3. સુનીલ શાહon 14 May 2008 at 10:38 pm

    અંકિતભાઈને અંતરની શુભેચ્છાઓ.

  4. pragnajuon 15 May 2008 at 2:23 am

    કાશ ! ભાઇદાસ સભાગૃહ, વિલે પાર્લે, મુંબઈ જઈ શકાય!
    અનેકાનેક શુભેચ્છાઓ અંકીતને-
    અંકીત સભાનું સંચાલન કરતો હોય તો અંદાજ કાંઈ ઔર જ હોય-
    આ સભાનું કોણ સંચાલન કરશે?
    અને ફોટા સાથે સંપૂર્ણ અહેવાલની જવાબદારી પીન્કીની…

  5. Pinkion 15 May 2008 at 8:27 am

    ચોક્કસ …..
    એની જવાબદારી મારી !!

  6. વિવેક ટેલરon 15 May 2008 at 7:08 pm

    ગઝલપૂર્વક માટે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ…

    હાર્દિક અભિનંદન…

  7. Nirlep Bhatton 16 May 2008 at 2:03 pm

    ખુબ આભિનન્દન્, to both Ankitbhai. Thanks, Pinkiben for info..

  8. જયon 18 May 2008 at 11:05 am

    પીંકી, ખૂબ ખૂબ આભાર આ સુંદર માહીતિ બદ્દલ.
    અંકિતભાઈને હાર્દિક અભિનંદન…સંપૂર્ણ અહેવાલની રાહ જોઈશું.

  9. jayesh upadhyayaon 19 May 2008 at 12:51 pm

    ઘણી કોશીશ કરી મુંબઇ પહોંચવાની પણ સંજોગ ન થઇ શક્યો હવે તો અહેવાલથીજ દીલ બહેલાવશું

  10. jigar joshi "prem"on 19 May 2008 at 6:01 pm

    ગઝાલપૂર્વકને આદરપૂર્વક નમન ! અંકિત્ભાઈને અઢળક શુભકામનાઓ !

Trackback URI | Comments RSS

Leave a Reply