પરિચય

Pinki on Aug 10th 2007 11:31 am

વૈજ્ઞાનિક પરિભાષામાં,
હ્રદય એટલે માનવશરીરનું એક અગત્યનું અંગ.
પણ મારા માટે તો,
હ્રદયની સ્નિગ્ધતા,સરળતા,સહજતા,પારદર્શકતા
એક આશ્ચર્યચિહ્ન જ છે !!!

વરસતું ઝરમર વર્ષાને સંગ,
કલરવ કરતું પંખી સંગ ઉમંગે;
નાચી ઊઠતું મોરલાને સંગ,
મહેકી જતું કુસુમ કેરી સુગંધે.
હસતું હસતાં સંગ,રડતું રડતાં સંગ,
શાને આટલું સ્નિગ્ધ,આ હ્રદય નામનું અંગ !!!

હ્રદયની આ સ્નિગ્ધતા,સરળતા,સહજતા અને પારદર્શકતાને
શબ્દશ: વાચા આપવાનો એક નમ્ર પ્રયાસ…..

Comments (35)

35 Responses to “પરિચય”

  1. સુરેશ જાનીon 15 Aug 2007 at 11:24 am

    બ્લોગીંગ એટલે નીજાનંદથી આગળનું એક પગલું. આનંદ વહેંચવાનો શુભ પ્રયાસ.
    મારા અંતરની શુભેચ્છાઓ …

  2. ઊર્મિon 15 Aug 2007 at 12:23 pm

    આખરે તમારા શબ્દો સ્વતંત્ર થયા ખરા પિંકી! :-)
    તમને, તમારા શબ્દોને, મને અને સૌ ભારતીયોને સ્વાતંત્ર્ય દિવસ મુબારક!

    ગુજરાતી બ્લોગ-જગતમાં હાર્દિક સ્વાગત મિત્ર!

    બ્લોગ માટે અભિનંદન અને શુભેચ્છાઓ સહ… આશા છે કે આ બ્લોગ નિયમિતરૂપે શબ્દશ: અપડેટ થયા કરે!

  3. પંચમ શુક્લon 15 Aug 2007 at 3:58 pm

    ખૂબ ખૂબ અભિનંદન.

    હ્રદયની સ્નિગ્ધતા,સરળતા,સહજતા, અને પારદર્શકતા પ્રસરવતા રહો.

  4. Chirag Patelon 22 Aug 2007 at 6:27 am

    પીંકી, તમે પીંક શીતળતાં પ્રસરાવી દીધી. દાદાએ કહ્યાં મુજબ: બ્લોગ એટલે નીજાનંદ વહેંચવાંની કોશીષ.

  5. Harish Daveon 22 Aug 2007 at 7:53 am

    સ્વાગત છે ગુજરાતી નેટ જગતમા! પ્રથમ નજરે જે કૃતિઓ પડી, તે ભાવવાહી લાગી.

    ગુજરાતી નેટ જગતને સમૃદ્ધ કરશો!

    અભિનંદન અને શુભેચ્છાઓ!….. હરીશ દવે અમદાવાદ

  6. નીરજon 23 Aug 2007 at 7:14 am

    આપની રચનાઓ ખુબ જ સરસ છે. અભિનંદન… આમ જ સુવાસ ફેલાવતા રેહશો..

  7. કુણાલon 24 Aug 2007 at 12:06 am

    તમારા બ્લોગની આજે જ મુલાકાત થઈ..

    સુંદર લખો છો…

    લખતાં રહો…વંચાવતા રહો..

    આભાર…

  8. Neela Kadakiaon 24 Aug 2007 at 2:50 am

    Well come to gujarati blog with all good wishes.

  9. Neela Kadakiaon 24 Aug 2007 at 2:51 am

    Welcome to Gujarati blog with hearty wishes

  10. Nilesh Vyason 24 Aug 2007 at 3:42 pm

    ગુજરાતી જગતમા સ્વાગત

  11. Rajivon 24 Aug 2007 at 11:04 pm

    આપના બ્લોગની આજેજ મુલાકાત લીધી…
    ખુબ જ સુંદર બ્લોગ અને સુંદર રચનાઓ…
    ખુબ ખુબ અભિનંદન

    ગુજરાતીનુ ગૌરવ વધારતા રહો…!
    મારા બ્લોગ પર આપના પ્રતિભાવો માટે ખુબ ખુબ આભાર.

    રાજીવ

  12. chetuon 27 Aug 2007 at 4:08 pm

    અભિનંદન ..!

  13. Rajendra Trivedi, M.D.on 05 Sep 2007 at 8:18 pm

    તમારુ આ વેબઆઈટ તમારા વિચાર લખવા અને મારા જેવા અનેક સર્ફર્સ ને આનઁદ કરતા રહેશે.આભિનઁદન.

  14. Kirit Parmaron 11 Sep 2007 at 2:42 am

    સરસ્ લખો છો…

    અભિનંદન

  15. Sarjeeton 11 Sep 2007 at 11:22 pm

    કોમેન્ટ કરવામાં જરાક મોડુ થયુ કહેવાય. હું પોતે નિયમિત નથી + ૯૯% હું તમારાથી નાનો જ હોવાનો એટલે સ્વાગત તો શું કરું! પણ પોતાનું અને બીજાનું ‘શબ્દશઃ’ પ્રતિબિંબ લખાણોમાં પાડવાનું અને તેનો લ્હાવો લેવાનું બંધ ન કરતા.

  16. સુનીલ શાહon 13 Sep 2007 at 9:19 am

    તમને અંતરની શુભેચ્છાઓ. ખુબ આગળ વધો અને આનંદ વહેંચતાં રહો..!

  17. Parag Badianion 25 Sep 2007 at 11:04 pm

    પિન્કિ,
    આ સાઈટ પર મારી પ્રથમ વિઝીટ…..
    ગુજરાતી પ્રત્યે નો તમારો પ્રેમ અનુભવ્યો !…ખૂબ ખૂબ અભિનંદન ..!

    આ જ રીતે ગુજરાત અને ગુજરાતીનુ ગૌરવ વધારતા રહો…!
    ફરી મળીશુ….

  18. પ્રતીકon 27 Sep 2007 at 12:33 am

    સુઁદર…

  19. Bhagyeshon 01 Oct 2007 at 3:58 am

    Very Nice

  20. Akhil Sutariaon 02 Oct 2007 at 8:17 pm

    વર્ડપ્રેસ પરથી વાયા કુણાલના બ્લોગ પરથી અહી આવી પહોંચ્યો. વિશ્વભરમાં ફેલાયેલા અને મહદ અંશે જેમને જાણતા ન હોઇએ તેવા ગુજરાતી જાણનારાઓ સાથે વિચારોને માતૃભાષામાં વહેંચવા માટે બ્લોગીંગ આશિર્વાદ સમાન છે. એન્ટર અને એસકેપ વચ્ચેની આ દુનિયામાં પગ મૂક્યા પછી મન વિચારે અને આંગળીઓ કી બોર્ડ પર તેને અનુસરે .. શબ્દો બે ‘જણ’ ને ઓળખાણ કરાવે .. અને વિચાર વિનિમયનો પ્રારંભ થાય. મારા બ્લોગ - ‘અંતરના ઉંડાણમાંથી’ અને મારી વેબસાઇટની મુલાકાત લેવા આમંત્રણ છે.

  21. Dhrumilon 16 Oct 2007 at 4:45 am

    તમરિ આ સુન્દર બ્લોગ નિ સફર કરિ.ખરેખર ખુબ જ સુન્દર ચ્હે.અમને ઘનુ ગમ્યુ…….
    આભાર
    ધ્રુમિલ ભત્ત્

  22. Naresh Desaion 23 Oct 2007 at 12:33 am

    Hello Pinki,

    I visited your blog . I would like to happy. I believe this way is better for our mother tangue s’ love. I also believe and universal truth that Mother, Mother Land & Mother tangue is always great and greater than heaven.

    I heartist wish you for All sucess in your life.

    Thanking you,
    Lovely Regs,

    Naresh Desai.
    Mechanical Engineer.
    Baroda.
    [M]9376122189.

  23. અનિમેષ અંતાણીon 02 Jan 2008 at 7:54 am

    આપનો બ્લોગ સરસ છે. થીમ બહુજ ગમ્યો!

  24. Himanshu Bhatton 13 Jan 2008 at 12:25 am

    Pinki

    I enjoyed your blog. Your love and passion for various forms of poetry comes out in this. Keep it up.

    Best Wishes
    - Himanshu

  25. Lata Hiranion 18 Jan 2008 at 4:32 am

    અભિનઁદન્. શબ્દની દુનિયામાઁ પ્રવેશવા માટે……………

  26. Sanketon 11 Mar 2008 at 4:45 am

    બહુજ સરસ!
    ધબકાર અને ૫રિવારનો સુદર પ્રયાસ!!!!
    સકેત

  27. Pinkion 12 Mar 2008 at 12:21 am

    સંકેત,

    ધબકારની પ્રવૃત્તિ,
    www.dhabkar.com જોઈ શકીશ.

    આ મારો અંગત બ્લૉગ છે,
    પણ હું પણ ધબકારની member છું જ.

  28. gopal parekhon 25 Mar 2008 at 4:25 am

    તમારા સાઇટની આજે પહેલી મુલાકાત, ખૂબ જ રાજીપો થયો,નિરંતર પ્રગતિ કરો એજ શુભકામના

  29. Bhaumikon 31 Mar 2008 at 3:00 pm

    પિન્કિ બેન્
    ગુજરતિ મા લ ખ્તા નથિ અવ્દ્તુ

    pleseeeee dont mind pinki

    i try my best but ……. nathi favtu.

    this is my first visit to your site.

    i am crying. cause . last three years i am not going to baroda for meeting my parents. realllyyyyy heart touching matter.

    best complements to pinki and all your subordinates.

    i dont know how to write but , your writing touch my heart.

    extraordinary, fabulous, fantabulous /……….

    thanks

    bhaumik

  30. Pinkion 01 Apr 2008 at 10:02 am

    ભૌમિક,
    સર્જનની પ્રક્રિયા ઈશ્વરદત્ત છે. જો પ્રભુ મને નિમિત્ત
    બનાવી કોઈ એક દિકરો પણ મા-બાપને સાચા દિલથી
    પૂજે તો મારો જન્મ સફળ થશે.

    અને તું તારી career માટે વિદેશ તારા માતા-પિતાથી
    દૂર ગયો છે તો તેમના સપના સાકાર થાય એ જ
    તારું સત્કર્મ અને ફરજ છે.

    all the best for ur bright future ……. !!

    ગુજરાતીમાં લખવા માટે comment-boxની નીચે
    show keyboardનું option છે, તેની પર click
    કરવાથી માર્ગદર્શન મળી શકશે.

  31. jayesh upadhyayaon 12 Apr 2008 at 1:23 pm

    પીંકી
    બે વાત માટે આભાર માનવાનો છે
    સુંદર બ્લોગ માટે સરસ રચનાઓ અને પા પા પગલી માંડતા અમારા જેવા માટે પ્રેરણા પથ કંડારવા માટે
    http://jayeshupadhyaya.wordpress.com

  32. prafulon 18 Apr 2008 at 5:55 pm

    કેમ ચો,
    તમરુ બ્લોગ વચ્યુ,
    મન મ પ્રસન્નતા થૈ કે કોઇ તો ચે જે
    પોતન સુન્દેર વિચરો ને આ રિતે જન્મ આપિ ને વેહ્તા મુકે ચે.

  33. Vatsal Shahon 19 Apr 2008 at 7:36 pm

    Very sensitive and touchy words in your shabdashh

    nice feel while reading

  34. Akhil Sutariaon 09 May 2008 at 9:19 am

    “બંસીનાદ” પર તમે લખેલી કોમેન્ટ્સ મને પ્રોત્સાહિત કરી ગઈ. અમેરીકા અને ઇંગ્લેન્ડ્માં વસતા ગુજરાતીઓએ હજારો કીલોમીટરના અંતરને ઓગાળી દીધું. એન્ટર અને એસ્કેપની વચ્ચે વસેલા બ્લોગના વિશ્વમાં અખિલ ટીવીને વહાલુ કર્યુ. અત્મિયતાનો ધોધ મેલ બોક્ષને છલકાવતો થયો છે. મિત્રોનો સેનસેક્ષ આસમાન તરફ જાય છે. મારી જવાબદારી વધ્યાનો અહેસાસ છે. શબ્દોનો માણસ નથી, છતાં લાગણી વ્યક્ત કરવાનો આ પ્રયાસ છે. અપનાવ્યો છે તો અળગો ના કરતા, ભુલ પડી જાય તો સુધારી લેવામાં મદદ કરતા રહેજો, જેથી આપણે જીવન બનાવી શકીએ બહેતર. - અખિલ, વલસાડ, ગુજરાત, ભારત.

  35. હમમ. સરસ બ્લોગ. અને સરસ શબ્દોમાં પરિચય…

Trackback URI | Comments RSS

Leave a Reply