Archive for the 'ગીત' Category

તુજ યાદ વહી જશે…..

Pinki on Feb 13th 2008 11:41 pm

ના ખોલું નૈન મારા,
તુજ યાદ વહી જશે…..

મૌનમાં કેદ તું પ્રિયે,
ના ખોલું હોઠ મારા,
તુજ યાદ વહી જશે…..

મુટ્ઠીમાં બંધ તુજ સ્પર્શ,
ના સોંપું હાથ મારા,
તુજ યાદ વહી જશે…..

દસ્તક ના દે તું દિલને,
ના આપું દિલ તારું,
તુજ યાદ વહી જશે…..

૧૯.૯.૨૦૦૭, બુધવાર, અમદાવાદ.
પ્રિયતમના વિરહમાં પ્રિયતમા તેની
યાદોમાં એટલી આસક્ત છે કે પ્રિયતમ
સામે આવીને ઊભો છે પણ વિચારે છે કે
એ તો આવીને જતો રહેશે પણ આ યાદોના
સહારે તો હું જીવું છું જો એ પણ વહી ગઈ તો……

અને આથી જ પોતાનો હાથ પણ સોંપવા
તૈયાર નથી એના સ્પર્શની અનુભૂતિ વહી ગઈ તો……?!!

Filed in ગીત | Comments (22)